શેઠે પગાર ન આપ્યો અને પત્નીએ માગ્યો જેથી સુરતમાં યુવક ટ્રેન સામે કૂદી ગયો અને જાણો શુ થયું પછી…??

કોરોનાની મહામારી વચ્ચે આપઘાતના કિસ્સામાં વધારો થયો છે અને ત્યારે વધુ એક આપઘાતના પ્રયાસની ઘટના સુરતમાં સામે આવી છે જેમાં સુરતમાં એક યુવકે ટ્રેનની સામે પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ઘટનામાં યુવક બચી જતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પણ આ યુવકે ડૉક્ટરને મરી જવા માટેનું ઇન્જેક્શન આપવા માટે અપીલ કરી હતી. કારણ કે આ યુવકે આપઘાત કરવાનું કારણ ડૉક્ટરને જણાવ્યું હતું કે, મેં શેઠની પાસેથી પગાર માગ્યો હતો પરંતુ સેઠ પગાર આપતા નથી અને ઘરે જાવ તો ઘરે પત્ની પગાર માંગે છે, ઘરનું ભાડું ચૂકવવાનું બાકી છે.તેમજ મહાત્ત્વની વાત છે કે, આપઘાતનો પ્રયાસ કરનાર યુવક પરિણીત છે અને તેને ત્રણ સંતાનો છે. તેથી પરિવારના સભ્યોએ ડૉક્ટર સામે આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને બચાવી લેવાની અપીલ કરી હતી આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનું નામ વિનોદ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર સુરતના લિંબાયત વિસ્તારમાં વિનોદ નામનો યુવક તેના પરિવારના સભ્યોની સાથે રહેતો હતો. વિનોદ ટેમ્પો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેને ત્રણ સંતાન છે. વિનોદની સાથે તેના માતા-પિતા પણ રહે છે અને તે જે મકાનમાં રહે છે તે ભાડે રાખેલું મકાન છે. વિનોદ જે કંપનીમાં કામ કરતો હતો તે કંપનીના માલિક દ્વારા તેને એક મહિનાથી પગાર આપવામાં આવ્યો નહતો. તેથી વિનોદને ઘર ચલાવવામાં આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ઘર ચલાવવા માટે વિનોદની પત્ની તેની પાસેથી પૈસા માંગતી હતી અને આના કારણે અવાર નવાર ઝઘડા થતા હતા. તેથી રાત્રે 10:30 વાગ્યા આસપાસ વિનોદ તેના ઘરે આવ્યો ન હતો ત્યારબાદ પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી. પણ વિનોદ મળી આવ્યો નહોતો.

ત્યારબાદ એકાએક સવારે ચાર વાગ્યે સિવિલ હોસ્પિટલમાંથી વિનોદના પરિવારના સભ્યોને ફોન આવ્યો અને પછી વિનોદના પરિવારના સભ્યો દોડતા થઇ ગયા હતા.અને વિનોદના પરિવારના સભ્યો તાત્ત્કાલિક હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્યારબાદ પરિવારના સભ્યોને જાણવા મળ્યું હતું કે, વિનોદે ટ્રેનની સામે પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાને લઇને સિવિલના મેડીકલ ઓફિસર ડૉક્ટર ઉમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે એટલી જ વાત કરતો હતો કે, મને એવું ઇન્જેક્શન આપો કે હું મારી જાવ. મને મારી નાખો. મારે નથી જીવવું. શેઠ પગાર નથી આપતો. ઘરે જાઉં તો પત્ની પગાર માગે છે. ઘર ભાડું ચૂકવવાનું પણ બાકી છે. તેની વ્યથા સાંભળીને ખૂબ જ દુઃખ થયું છે. આર્થિક લાચારીમાં તેને આપઘાતનો પ્રયાસ કર્યો હોય તેવું લાગે છે. આ ઘટનામાં યુવકની હાથની આંગળી કપાઈ ગઈ છે અને તેને પગમાં પણ ઈજા થઇ છે. અને આ સમગ્ર ઘટનામાં તેને તાત્કાલિક ઓપરેશન પર લેવો પડે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.