શેઠની શીખામણ ઝાંપા સુધી, ઉચ્ચ લેવલની મીટિંગના કલાકોમાં BRTS બસે મોડી સાંજે અકસ્માત સર્જયો

શેઠની શિખામણ ઝાંપા સુધી કહેવત કદાચ સાચી ઠરી છે. બીઆરટીએસ અકસ્માત હાલ સમગ્ર ગુજરાતનો સળગતો મુદ્દો બન્યો છે. ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ મુદ્દે સંજ્ઞાન લેવું પડ્યું હતું. મંગળવારે રાજ્યનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

બીઆરટીએસ અકસ્માતને નિવારી શકાય તે માટે અલગ કમિટીની રચનાથી માંડીને કેટલાક સ્થળ પર પોતે જઇને પરિસ્થિતીનો તાગ મેળવશે તે પ્રકારનું આયોજન કરાયું હતું. જો કે કલાકો પછી બીઆરટીએસની બસે એક કારને અડફેટે લીધી હતી.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરમાં બીઆરટીએસના અકસ્માત અટકાવવા માટે સોમવારે ગાંધીનગરમાં બેઠક મળી હતી એ જ દિવસે દૂધેશ્વર દધિચી બ્રિજ પાસે સોમવાર રાત્રે 9.30 કલાકે ફરીથી એક વખત બીઆરટીએસ બસે કારને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. કારમાં બે વ્યકિત હતી. અક્સ્માત થતાં બીઆરટીએસનો ડ્રાઇવર નાસી ગયો હતો. જ્યારે કારમાં બેઠેલ યુવતીને શરીરના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુભાષબ્રિજ પર કામ ચાલતું હોવાનાં કારણે દધીચીબ્રીજ પર ટ્રાફીકની સમસ્યા ખુબ જ રહે છે. તેવામાં અકસ્માત સર્જાતા ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે તત્કાલ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફીક હળવો કરાવ્યો હતો. જો કે બીઆરટીએસ બસનો વધારે એક અકસ્માત થતા તંત્ર દોડતું થયું હતું. ઘટના સ્થળે ન માત્ર પોલીસનો પરંતુ પોલીસ વાહનોનો ખડકલો થઇ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.