કોરોનાના અજગર ભરડામાં સપડાઇ ચૂકેલા સુરત શહેરને ત્વરિતગતિએ બહાર કાઢવાના આશયથી સેવાભાવી સજ્જનોએ સાથે મળી એક ટ્રસ્ટની રચના કરી છે. આ ટ્રસ્ટ રસીકરણ અભિયાન, પ્લાઝમા અને રક્તદાન કરવા લોકોને પ્રેરણા પૂરી પાડશે.
આ ટ્રસ્ટ અર્પણ હેલ્થ કેર ટ્રસ્ટના પ્રમુખ તરીકે શહેરના જાણીતા સીએ હિરેનભાઈ દીવાન, ઉપ પ્રમુખ તરીકે કમલભાઈ તુલશિયાન અને મંત્રી તરીકે અશોકભાઈ કાનુન્ગો, ખજાનચી તરીકે શ્યામ શાહની નિમણૂક કરવામાં આવી છે
આ ટ્રસ્ટ અંગેની માહિતી આપતા મંત્રી અશોકભાઈ કાનુન્ગોએ કહ્યું હતું કે કોરોનાની મહામારી વચ્ચે શહેરીજનોને વધુમાં વધુ મદદરૂપ થવાના હેતુને કેન્દ્રમાં રાખી કાર્યરત આ ટ્રસ્ટ દ્વારા રસીકરણનો એક કાર્યક્રમ તાજેતરમાં જ યોજાઈ ચૂક્યો છે. જેમાં 190 લોકોને રસી આપવમાં આવી હતી.
આ ઉપરાંત લોકો વધુમાં વધુ સંખ્યામાં પ્લાઝમા દાન કરે, રક્તદાન કરે તે માટે પ્રેરણાત્મક કાર્યક્રમોનું આયોજન કરાશે. રક્તદાન, પ્લાઝમા જાન માટે કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.