સફરજનની છાલનો બનાવો ફેસપેક,આ પેકથી થઇ જશે એજ ઓછી

આપણે જ્યારે પણ સફરજન ખાઇએ છીએ ત્યારે તેની છાલને ફેંકી દેતા હોય છે પરંતુ તમને જાણીને હેરાની થશે કે છાલ જ આપણી સ્કીન માટે ખુબ ફાયદાકારક છે.

સફરજનની છાલમાં વિટામીન સી ભરપૂર હોય છે. વિટામીન સી એન્ટી એજીંગનું કામ કરે છે.

પહેલા તે સફરજનની છાલને તડકામાં સારી રીતે સુકવી લો. બાદમાં તેને ક્રશ કરી લો અને તેના પાઉડરને એક વાટકામાં  લઇને તેમાં કાચુ દુધ નાંખો અને તેની પેસ્ટ બનાવી લો. 20-25 મિનીટ સુધી ચહેરા પર લગાવો અને સુકાવા દો. બાદમાં નવસેકા પાણીથી ધોઇ લો. અઠવાડીયામાં બે વાર લગાવી શકો છો.

સફરજનના છોતરા કાઢી લો અને ટામેટા સાથે મિક્સ કરીને તેને ફેંટી લો અને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર 20 મિનીટ લગાવીને રાખો અને સુકાઇ જાય એટલે ધોઇ લો.

સફરજનની છાલને સુકવી લો અને તેનો પાવડર બનાવી લો. એક કટોરીમાં નાંખી છાશમાં મિક્સ કરી લો. સરખી રીતે કરીને ચહેરા પર લગાવી દો અને 20 મિનીટ બાદ મોઢું ધોઈ આવો.આવું કરવાથી તમારી સ્કિન એકદમ લાગશે ચમકવા….જલ્દી કરો ઉપયોગ

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.