નાગરિક સંશોધન કાયદાને લઇ દેશભરમાં ઠેર-ઠેર ઉગ્ર દેખાવો ચાલી રહ્યા છે પરંતુ બીજીબાજુ બાંગ્લાદેશના વિદેશમંત્રીએ આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ.એક.અ્દુલ મોમેને કહ્યું કે તેમના દેશે ભારતને અનુરોધ કર્યો છે કે જો તેમની પાસે ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી નાગરિકની યાદી આપે. તેમણે કહ્યું કે ભારત યાદી આપશે તો તેમના નાગરિકોને પાછા ફરવાની મંજૂરી આપી દેશે. ભારતના રાષ્ટ્રીય નાગરિક નોંધણી (NRC) પર એક પ્રશ્નના જવાબમાં મોમેને કહ્યું કે બાંગ્લાદેશ-ભારતના સંબંધ સામાન્ય અને ખૂબ સારા છે અને તેના પર કોઇ અસર પડશે નહીં.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં શાસિત મોદી સરકાર દ્વારા નાગરિક સંશોધન બિલ પાસ સંસદમાંથી પાસ કરાવ્યા બાદ કાયદો અમલમાં આવતા પૂર્વોત્તરના રાજ્યો બાદ દિલ્હી સુધી ઉહાપોહ મચી ગયો. બાંગ્લાદેશે પણ શરૂઆતમાં વિરોધ નોંધાવ્યો અને નિવેદન આપ્યું કે અમે અમારા નાગરિકોને પાછા સ્વીકારી લઇશું.
બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ વ્યસ્ત કાર્યક્રમનો હવાલો આપતા ગયા સપ્તાહે ભારતની પોતાની યાત્રા રદ્દ કરી દીધી હતી. તેમણે કહ્યું કે ભારતે એનઆરસી પ્રક્રિયાને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો છે અને ઢાકાને આશ્વસ્ત કર્યું કે તેનાથી બાંગ્લાદેશ પર અસર પડશે નહીં. તેમણે કહ્યું કે કેટલાંક ભારતીય નાગરિક આર્થિક કારણોસર વચેટિયા દ્વારા ગેરકાયદે બાંગ્લાદેશમાં ઘૂસી રહ્યા છે. મોમેને અહીં મીડિયાને કહ્યું કે જો અમારા નાગરિકો સિવાય કોઇ બાંગ્લાદેશમાં ઘૂસે છે તો અમે તેને પાછા મોકલી દઇશું. તેમને પૂછવામાં આવ્યું હતું કે કેટલાંક લોકો ભારતની સાથે લાગેલી સરહદ દ્વારા ગેરકાયદે રીતે દેશમાં ઘૂસી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.