“શાહિન” વધી રહ્યું છે ગુજરાત તરફ આગળ. શાહીન વાવાઝોડું ભારે પવન સાથે ત્રાટકશે..

ગુલાબ વાવાઝોડુ ઓડિશાનાં સાગરકાંઠે બે દિવસ પહેલા ટકરાયાં બાદ નબળું પડયું હતું. હવે અરબી સાગર તરફ આગળ વધી રહ્યું છે. જોકે ગુલાબ વાવાઝોડું ભલે નબળું પડ્યું હોય પણ ગુજરાત પર હવે નવા વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે. આગામી ૨૪ કલાક ગુજરાત પર સાહિન વાવાઝોડાની અસર દેખાશે. જે ગુલાબ વાવાઝોડાની તો પોસ્ટ ઈફેક્ટ હોવાનું હવામાન વિભાગનું કહેવું છે.

આ વિશે હવામાન વિભાગનાં ડાયરેકટ મનોરમાએ જણાવ્યું હતું કે, ઓડીશા અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાયેલું ગુલાબ વાવાઝોડાની પોસ્ટ ઇફેક્ટને કારણે અરબી સાગરમાં વધુ એક “શાહીન ” વાવાઝોડું સર્જાઈ રહ્યું છે.

ગુજરાત ભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે ગુજરાતમાં વાવાઝોડાની અસર વિશે જાણો વધુમાં જણાવ્યું કે, આગામી ૨૪ કલાકમાં સામાન્ય થી ભારે વરસાદ પડી શકે છે. સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો ગુજરાતના કોસ્ટલ એરિયામાં કાલ સવાર સુધી ૬૦ કિલોમીટરની ઝડપે અને આવતીકાલે ૯૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.