શહેરમાં ઓનલાઈન સેવાઓની હોમ ડિલીવરી ચાલુ રહેશે

લોકડાઉનને પગલે લોકોને ભોજન સામગ્રી મેળવવામાં કોઈ તકલીફ ન થાય તે માટે તંત્ર દ્વારા લોકહિતમાં નિર્ણયો લેવાઈ રહ્યાં છે. જે મુજબ સુરત પોલીસ કમિશ્નર દ્વારા તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને આદેશ આપવામાં આવ્યો હતો કે શહેરમાં ઓનલાઈન સેવાઓની હોમ ડિલીવરી ચાલુ રાખવા દેવામાં આવે. આદેશ મુજબ ઝોમેટો, એમેઝોન, ફ્લીપ કાર્ડ, બ્લ્યુ ડાર્ટ, સ્વીગી, બિગ બાસ્કેટ, મિલ્ક બાસ્કેટ, બીગ બજાર, ડોમીનોઝ વગેરેને ઓનલાઈન સેવા ચાલુ રહેશે.

દેશભરમાં લોકડાઉનની જાહેરાત બાદ તમામ મોલને પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે નાના-મોટા માર્કેટો અને લારી-ગલ્લાઓ તેમજ દુકાનો પર સામાન લેવા માટે લોકો પડાપડી કરતા હોવાનું જાણવામાં આવ્યું હતું. જેથી આજે મનપા કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષસ્થાને મીટીંગ મળી હતી. જેમાં શહેરમાં આવેલા વિવિધ મોલ, રીટેઈલર, હોલસેલર, દુકાનદારોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓને આ સુચના આપવામાં આવી હતી. દુકાનો/મોલમાં બિનજરૂરી ભીડ ન થાય તે માટે જીવન જરૂરીયાતની વસ્તુઓ વિતરણ કરતા મોલ/દુકાનો 24 કલાક ખુલ્લી રાખી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.