શહેરના મુખ્ય 3 સ્મશાન ગૃહો સતત ચાલુ,પ્રોટોકોલ મુજબ રાઉન્ડ ધ ક્લોક અંતિમ સંસ્કાર વિધિ

સુરતમાં કોરોના કોરોના સંક્રમણ ખતરનાક સ્તરે પહોંચી ગયુ છે. શહેરના મુખ્ય 3 સ્મશાન ગૃહો સતત ચાલુ રહ્યા હતા. પ્રોટોકોલ મુજબ રાઉન્ડ ધ ક્લોક અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી રહી છે.

એક જ દિવસમાં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં 60થી વધુ મૃતદેહોના અંતિમસંસ્કાર કરાયા હતા જ્યારે વહેલી સવારે શબવાહીનીની લાંબી લાઇનનો વીડિઓ  વાયરલ થયો હતો. કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોના પ્રોટોકોલ મુજબ મૃતદેહો ના અંતિમવિધિ માટે ગેસ ની 3 ભઠ્ઠી અનામત રખાઈ છે.

ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે

ગુજરાતમાં કોરોનાના કેસથી હડકંપ આજે નોંધાયા સૌથી વઘુ 3575 કેસ -રાજ્યમાં આજે (7 એપ્રિલ, 2021) અત્યાર સુધીના સૌથી વઘુ 3575 કેસ -અમદાવાદમાં 804, સુરતમાં 621, રાજકોટમાં 395 અને વડોદરામાં 351 કેસ -આજે 22ના મોત સાથે કુલ મૃતાંક 4620, આજે 2217 દર્દીઓ ડિસ્યા્જ ASMITA NEWS

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 804 કેસ અને ગ્રામ્યમાં 19 નવા કેસ નોંધાયા છે.

જ્યારે સુરત શહેરમાં 621 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 198 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 351 કેસ, જ્યારે ગ્રામ્યમાં 106 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 395 કેસ અને ગ્રામ્યમાં 95 કેસ નોંધાયા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.