શહેરની તમામ હોસ્પિટલ હાઉસફૂલ, ગંભીર દર્દીની સંખ્યામાં સતત વધારો

ગુજરાતમાં કોરોના વાયરસની જે સુનામી આવી હતી તે હવે ધીમે ધીમે શાંત પડી રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે.

એપ્રિલ મહિનાના અંતથી જ કોરોના વાયરસના દૈનિક કેસની સંખ્યાની ગતિ મંદ પડી ગઈ હતી અને મે મહિનાની શરૂઆતથી જ કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે અને સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જો આ કેસ આ જ રીતે સતત ઘટતા રહે તો ગુજરાતની પ્રજા માટે મોટી રાહત રહેશે.

અમદાવાદની સરકારી હોય કે ખાનગી તમામ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે ત્યારે ગંભીર દર્દીઓની સંખ્યા તો સતત વધી જ રહી છે. હોસ્પિટલમાં માત્ર આઇસોલેશન બેડ જ બધયા છે તથા વેન્ટિલેટર પણ ફૂલ થઈ ગયા છે.

પરંતુ પરિસ્થિતિ એ છે કે શહેરમાં 171 ખાનગી હોસ્પિટલોમાં 6519 બેડની કેપેસિટી છે જેમાં મોટા ભાગના બેડ ભરાઈ ગયા છે જેમાં ખાનગી હોસ્પિટલમાં કુલ 417 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે ICUમાં 961 દર્દીઓ છે સારવાર હેઠળ.

સોલા સિવિલમાં હાલમાં જ સામે આવ્યું હતું કે હોસ્પિટલને પૂરતા પ્રમાણમાં ઑક્સીજન નથી મળી રહ્યું આટલું જ નહીં બેડ પણ ફૂલ થઈ ગયા છે જેના કારણે સરકારી હોસ્પિટલના ગેટ પર તાળાં મારી દેવામાં આવ્યા હતા જેથી નવા કોઈ દર્દી સોલા સિવિલમાં આવી ન શકે.

સિવિલ હોસ્પિટલની બહાર છેલ્લા કેટલાય દિવસોથી દરરોજ 108ની લાઈનો લાગી જાય છે. ઍમ્બ્યુલન્સની આ લાઇનની નોંધ રાષ્ટ્રીય લેવલે લેવાઈ રહી હોવા છતાં અમદાવાદનું તંત્ર સિવિલની આ સ્થિતિને સુધારવામાં નિષ્ફળ સાબિત થયા છે. અમદાવાદની અન્ય હોસ્પિટલમાંથી પણ દર્દીઓને સિવિલમાં મોકલવામાં આવી રહ્યા છે

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 12,978 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 153 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ 11,146 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,40,276 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.