શાહિદ કપૂરની આગામી ફિલ્મ પર પડી કિસાન આંદોલનની અસર

– બદલવું પડયું શૂટિંગનું લોકેશન

શાહિદ કપૂર હાલ પોતાની આવનારી ફિલ્મ જર્શીનું શૂટિંગ ચંદીગઢમાં ચાલી રહ્યું હતું. પરંતુ કિસાન આંદોલનના કારણે શૂટિંગ પર અવળી અસર થતા હવે લોકેશન બદલવું પડયું છે.

શાહિદ હાલ આવનારી ફિલ્મ જર્સીના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે એક ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળવાનો છે. હાલ તે ચંદીગઢમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, પરંતુ કિસાન આંદોલનના કારણે પરિસ્થિતિ કથળતા ચંદીગઢમાં શૂટિંગ ચાલુ રાખવું મુશ્કેલીસભર બનતું જતું હતું. અંતે ટીમે મળીને શૂટિંગનું લોકેશન બદલીને ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં શૂટિંગ કરવાનો નિર્ણય લીધો અને ફિલ્મની ટીમ ત્યાં પહોંચી પણ ગઇ.

જોકે ચંદીગઢમાં મામલો શાંત પડતા ફરી તેમને ત્યાં શૂટિંગ માટે જવું પડશે. ચંદીગઢના ક્રિકેટના મેદાનમાં થોડા દ્રશ્યો ફિલ્માવામાં આવ્યા હોવાથી બાકીના દ્રશ્યો પણ ત્યાં જ ફિલ્માવામાં આવશે.ચંદીગઢમાં ત્રણ દિવસનું શૂટિંગ બાકી રહી ગયું છે.

શાહિદની આ ફિલ્મ સાઉથની ફિલ્મ જર્સીની હિન્દી રિેમેક છે. આ ફિલ્મ એક એવા નિષ્ફળ ક્રિકેટર પર આધારિત છે જે ઘણા વરસો પછી ે પોતાના પુત્રને ટીમ ઇન્ડિયાની જર્સી ભેટ આપવા માટે ફરી ક્રિકેટના મેદાન પર પાછો ફરે છે. સાઉથમાં આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.