આમ તો ફિલ્મ કબીર સિંહ રિલીઝ થઈ એનાં મહીનાઓ થવા આવ્યા છે પરંતુ હજુ એને લઈને વિવાદ અને ટિપ્પણીઓ બંધ થવાનું નામ નથી લેતી. લોકોની વચ્ચે હાલમાં પણ આ ચર્ચાનો વિષય બનેલો છે. કોઈ લોકોને કહાની પસંદ નથી આવી તો કોઈ કહી રહ્યું છે કે એમાં મહિલાઓને કમજોર બતાવવામાં આવી છે. પરંતુ હાલમાં શાહીદની કથિત એક્સ ગર્લફ્રેન્ડ કરીના કપૂરે બે બોલ કહ્યા છે.
કરીનાએ કહ્યું કે, જો કે મે અત્યાર સુધી આ ફિલ્મ જોઈ નથી પરંતુ હું પ્રિતી જેવો કિરદાર ક્યારેય ગમે તેવી હાલતમાં નિભાવીશ નહીં. તેમજ કોઈ બીજી હીરોઈનને પણ આવો રોલ ન કરવા માટે સલાહ આપીશ. આવા કિરદારોને પ્રોત્સાહન ન આપવું જોઈએ. ન હું ખુદ આવી છું કે ન હું કોઈને આવી બનવાની સલાહ આપીશ.
બેબોએ આગળ કહ્યું કે, જ્યારે મારી પાસે આવી અભિનેત્રી તરીકે રોલ આવે તો હું સીધી ના જ પાડી દઉં. સારી વાત છે કે ફિલ્મ 300 કરોડ કમાઈ ગઈ છે. પરંતુ એનાથી પણ જોવા જેવી વાત એ છે કે લોકો હાલમાં પણ તેની ખરાબી કાઢી રહ્યા છે. હું એ વાતથી દુખી છું કે જે લોકોએ આ ફિલ્મ જોઈ અને જેણે આ ફિલ્મનાં વખાણ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.