એક વર્ષ પહેલા પોતાના પતિના કોફિન પર ઝૂકીને તેના કાનમાં ‘આઈ લવ યૂ’ કહેતી નીકિતાને જોઈ તમામની આંખો ભીની થઈ ગઈ હતી. નીકિતા આજે એ જ યૂનિફોર્મ પહેરવા માટે તૈયાર છે, જેના માટે તેમના પતિએ પોતાનો જીવ કુરબાન કરી દીધો હતો.
પુલવામા આતંકી હુમલા (Pulwama Terror Attack)માં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢોંડિયાલ (Major Vibhuti Dhoundial)ની વિધવા નીકિતા કૌલ ઢોંડિયાલ (Nikita Kaul Dhoundiyal)એ પોતાની શૉર્ટ સર્વિસ કમીશનની પરીક્ષા અને ઇન્ટરવ્યૂ પાસ કરી દીધા છે. તેઓ હવે માત્ર મેરિટ લિસ્ટ બહાર પડવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારબાદ તેઓ ભારતીય સેના (Indian Army) સાથે જોડાઈ જશે.
શહીદ વિભૂતિ ઢોંડિયાલની પત્ની નીકિતા સેનામાં નોકરી મેળવાની રાહ જોઈ રહી છે. નીકિતા પોતાના સેનામાં જવાનો નિર્ણયનો શ્રેય પોતાની સાસુને આપે છે. નીકિતાની સાસુ સરોજ ઢોંડિયાલે જ તેને સેનામાં જવા પ્રેરણા આપી. ગયા વર્ષે તેઓએ સેનામાં વુમન એન્ટી સ્કીમનું ફોર્મ ભર્યું હતું. પોતાની હિંમત અને તનતોડ મહેનતના કારણે હવે તેઓ મેડિકલ ટેસ્ટ અને ઇન્ટરવ્યૂ પણ ક્લીયર કરી ચૂકી છે. નીકિતાએ જણાવ્યું કે તેમને માત્ર માર્ચનો ઇંતજાર છે, જ્યારે મેરિટ લિસ્ટ બહાર પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.