પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતાં પાલનપુર તાલુકાના ખોડલા ગામના જવાન સરદારભાઈ ભેમજીભાઈ બોકા શહીદ થયા છે. તેઓના નશ્વર દેહને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો. સવારે સાત વાગ્યે અમદાવાદથી તેમના નશ્વર દેહને બાય રોડ ખોડલા ગામ લઈ જવાયો હતો. અહીં શહીદ જવાનનાં અંતિમ દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
પાલનપુરના ખોડલા ગામે શહીદ જવાન સરદારભાઈ બોકાનો નશ્વર દેહ ગામમાં આવતાં જ ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. નશ્વર દેહ જોઈએને ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. શહીદ જવાનનાં અંતિમ દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અને ત્રિરંગામાં લપેટાયેલાં શહીદને ત્યાં હાજર સૌ કોઈએ સલામી આપી હતી.
પાલનપુરથી શહીદ જવાનની ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં લોકો દેશભક્તિના ગીતો અને ત્રિરંગા સાથે શહીદ જવાનને સલામી આપતાં જોવા મળ્યા હતા. દાંતીવાડા બીએસએફ અને ગાંધીનગર બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને તેઓનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.