શાહીનબાગમાં ફરી CAA સામે ધરણા શરૂ કરવાની હિલચાલ, પોલીસ કાફલો તૈનાત કરાયો

નાગરિકતા કાયદો એટલે કે સીએએના વિરોધમાં આખા દેશમાં ચર્ચાનુ કેન્દ્ર બનેલા દિલ્હીના શાહીન બાગમાં ફરી ધરણા શરુ કરવા માટેની તૈયારી ચાલી રહી હોવાની ખબર મળતા મોટી સંખ્યામાં પોલીસ જવાનો આ વિસ્તારમાં તૈનાત કરી દેવાયા છે.

નાગરિકતા કાયદા સામે ગૂપચૂપ રીતે ધરણા ચાલુ કરી દેવા માટે કેટલાક લોકો સક્રિય થયા છે.જોકે પોલીસને તેની ભનક લાગી જતા 100 જેટલા જવાનો હાલમાં અહીંયા તૈનાત કરાયા છે.

એવા પણ અહેવાલ છે કે, કેટલીક મહિલાઓ ધરણા શરુ કરવા માટે પહોંચી પણ ચુકી હતી.જોકે પોલીસે તેમને સમજાવીને પાછી મોકલી દીધી હતી.શાહીનબાગની સાથે સાથે જામીયા વિસ્તારમાં પણ પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે.

છેલ્લા કેટલાક દિવસથી ધરણા માટે પ્લાનિંગ થઈ રહ્યુ હતુ અને બેઠકો યોજાઈ રહી હતી.જોકે આ જાણકારી પોલીસને મળી ગઈ હતી.નહીતર આજથી કદાચ આ વિસ્તારમાં ફરી ધરણા શરુ થઈ જતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.