રાઘવ જુયાલને ડેટ કરવાની અફવા પર શહનાઝ ગિલે પહેલીવાર સંબંધોને લઈને કર્યો ખુલાસો…

બિગ બોસ ફેમ શહનાઝ ગિલ પોતાના બબલી નેચરને લઈને પ્રખ્યાત છે. તે મોટેભાગે પોતાના બિહેવિયરથી લોકોને ઇમ્પ્રેસ કરી દે છે. તે પોતાની ફિલ્મી કરિયરમાં પણ આગળ વધી રહી છે. જોકે, આ દરમિયાન તે ડેટિંગને લઈને ઘણી ચર્ચામાં રહે છે અને થોડા સમય પહેલા જ એવા સમાચાર સામે આવ્યા હતા કે, તે ટીવી હોસ્ટ રાઘવ જુયાલને ડેટ કરી રહી છે. હવે આખરે એક્ટ્રેસે આ વાતને લઈને પોતાનું મૌન તોડ્યું છે.

શહનાઝ ગિલ ગઈ રાત્રે એટલે કે 17 ઓગસ્ટ, 2022નાં રોજ પોતાના ભાઈ શહબાઝ બદેશાનાં સોંગ લોન્ચમાં પહોંચી હતી. ઇવેંટમાં એક્ટ્રેસ બ્લેક ટોપ અને શોર્ટ્સ સાથે રેડ બ્લેઝરમાં સુંદર લાગી રહી હતી અને આ દરમિયાન, શહનાઝ ગિલે મીડિયા સાથે વાતચીતમાં રાઘવ જુયાલ સાથે ડેટિંગ રૂમર્સ વિશે વાત કરી.

શહનાઝ અને રાઘવ બંને સલમાન ખાનની ફિલ્મ ‘કભી ઈદ કભી દિવાલી’માં જોવા મળશે અને બંને ફિલ્મનાં શૂટિંગ દરમિયાન સારા મિત્રો બની ગયા છે. થોડા સમય પહેલા શહનાઝ ગિલે કો સ્ટાર્સ – રાઘવ જુયાલ અને સિદ્ધાર્થ નિગમ સાથે એક વિડીયો પણ શેર કર્યો હતો અને જેમાં બંને શૂટિંગ પર જતા જતા મસ્તી કરતા નજરે પડ્યા હતા એવું કહેવાઈ રહ્યું છે કે, શહનાઝ રાઘવ સાથે ઋષિકેશ પણ ગઈ હતી. જોકે, શહનાઝ ગિલનાં સ્ટેટમેન્ટથી સ્પષ્ટ થાય છે કે તે રાઘવને ડેટ નથી કરી રહી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.