શાહરૂખ ખાન 900 દિવસોના લાંબા બ્રેક પછી કરશે ફિલ્મમાં એન્ટ્રી

   શાહરૂખ રૂપેરી પડદે ફરી સાલ ૨૦૨૧માં જોવા મળવાનો છે. છેલ્લે તે ૨૦૧૮માં આનંદ એલ રાયની ઝીરો ફિલ્મમાં જોવા મળ્યો હતો. હવે અભિનેતા દિગ્દર્શક  સિદ્ધાર્થ આનંદની ફિલ્મ પઠાણનું કરવાની તૈયારી કરી રહ્યો છે. શાહરૂખ આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનાના અંતથી શરૂ કરવાનો છે અને આઠ મહિનામાં વિવિધ દેશોમાં આ શૂટિંગ પુરુ કરવામાં આવશે. 

નવેમ્બરના અંતનું શેડયુલ શાહરૂખ,દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમનું મુંબઇમાં કરવામાં આવશે. શાહરૂખ આ ફિલ્મમાં પઠાણનું પાત્ર ભજવી રહ્યો છે અને તેના માટે  વાળ વધારી રહ્યો છે.

સૂત્રના અનુસાર ૨૦૨૧ની જુન સુધીમાં શૂટિંગ  પુરુ કરી નાખવામાં આવશે અને ૨૦૨૧ના છેલ્લા ત્રણ મહિનામાં ફિલ્મને રિલીઝ કરવાની શક્યતા છે.

કિંગ ખાનનો આ પછીનો પ્રોજેક્ટ રાજ કુમાર હીરાણી અથવા તો એટલીની ફિલ્મ સાથેનો હશે.

ડિસેમ્બર મહિનામાં દિગ્દર્શક એટલી તેના આગામી પ્રોજેક્ટ માટે ટીમ સાથે મુંબઇ આવવાનો છે. ત્યારે તે પોતાની ફિલ્મની સ્ક્રિપ્ટ શાહરૂખને સંભળવાશે તેમજ અન્ય કલાકારોની પસંદગી પણ કરશે. આ પ્રોજેક્ટ કરણ જોહર અને શાહરૂખનું સહ-નિર્માણ છે. એટલીને ચેન્નઇથી મુંબઇ વારંવાર આ પ્રોજેક્ટ માટે આવવું પડે એમ હોવાથી તેણે હવે મુંબઇમાં જ ઓફિસ લેવાનો નિર્ણય લીધો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.