– 100 કરોડ રૂપિયાના પ્રોફીટમાં કિંગ ખાન 45 કરોડ રૂપિયા મેળવશે
સિનેમાના ભોટા ભાગના ટોચના સ્ટાર્સ ફિલ્મોનીમફી કરતા વધુ કમાણી ફિલ્મના પ્રોફીટમાં પોતાનો ભાગ રાખચા હોય છે. જેમાં સલમાન ખાન, અક્ષય કુમાર અને આમિર ખાનનું નામ સામેલ છે. જેમાં હવે શાહરૂખ ખાનનું નામ પણ સામેલ થઇ ગયું છે. જોકે શાહરૂખની છેલ્લી ફિલ્મ ઝીરો રિલીઝ થઇ હતી જે બોક્સ ઓફિસ પણ ઊંધા માથે પટકાઇ હતી. પરંતુ કિંગ ખાન હજી પણ બોલીવૂડનો લોકપ્રિય સ્ટાર હોવાથી તેણે પણ આગામી ફિલ્મમાં નફામાં હિસ્સો રાખ્યો છે.
મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, શાહરૂખે આગામી ફિલ્મ પઠાનની વાર્તા સાંભળીને ફિલ્મના નફામાં પોતાના હિસ્સાની ડીલ કરી છે. મીડિયા રિપોર્ટસના અનુસાર દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમે પણ ફિલ્મ માટે કરોડોની ફી લીધી છે.
જ્યારે શાહરૂખ ખાન ફિલ્મને ફાયદો થશે તેમાં પોતાનો હિસ્સો લેવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને પઠાનના મેકર્સ યશ રાજ બેનર સાથે શાહરૂખની ડીલ લગભગ પૂરી થઇ ગઇ છે.
સાહરૂખે ફિલ્મની ફીના બદલે ફિલ્મની કમાણીમાં ૪૫ ટકાથી વધુ લેવાની ડીલ કરી છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, શાહરૂખ અને આદિત્યનો સંબંધ વરસો જુનો છે. આ બન્ને વચ્ચે કદી ફીને લઇને કોઇ કરાર થતા નથી.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, શાહરૂખ યશરાજ ફિલ્મસના નફામાં હિસ્સો લેતો રહ્યો છે. પહેલાની જેમ જ તેણે આ વખતે પણ પોતાની પઠાણ ફિલ્મ માટે આ જ શરત રાખી છે. જો આ ફિલ્મ રૂપિયા ૧૦૦ કરોડનો નફો કરશે તો શાહરૂખ રૂપિયા ૪૫ કરોડ મહેનતાણું મેળવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.