સ્ટાર્સના હમશક્લ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ત્યારે હાલમાં શાહરૂખ ખાનના હમશક્લનો વીડિયો અને ફોટોઝ વાયરલ થઈ રહ્યાં છે જેને જોઈને ફેન્સ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. પહેલીવારમાં જોશો તો તમને ખ્યાલ જ નહીં આવે કે આ શાહરૂખ ખાનનો હમશક્લ છે. શાહરૂખના હમશક્લનું નામ ઈબ્રાહિમ કાદરી છે.
ઇબ્રાહિમ કાદરી હંમેશાં તેના ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરે છે. તેમા તેનો દેખાવ, કપડા પહેરવાની રીત અને એક્ટિંગ સુધ્ધા શાહરૂખ ખાન જેવી જ છે. તેણે શાહરૂખ ખાનના ઘણાં જૂના હિટ ગીતો પર પર્ફોર્મ કરીને વીડિયો પણ બનાવ્યા છે.
2018માં ‘ઝીરો’ બાદ શાહરૂખની કોઈ ફિલ્મ આવી નથી અને કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત પણ થઈ નથી. ઝીરોમાં તે અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યો હતો. તો હવે દર્શકો તેને સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે. માહિતી મુજબ, શાહરૂખે લોકડાઉન દરમિયાન ઘરે બેસીને ઘણી ફિલ્મોની સ્ક્રિપ્ટ સાંભળી છે. કહેવાઈ રહ્યું છે કે, શાહરૂખ ‘વૉર’ ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદની મેગા એક્શન ફિલ્મમાં જોવા મળશે.
શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ઉપરાંત તે ડિરેક્ટર અયાન મુખર્જીની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ અને આમિર ખાન અને કરીના કપૂરની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં કેમિયો રોલમાં જોવા મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.