શાહરૂખની પુત્રીએ નારાજગી વ્યક્ત કરી, ડ્રગ કેસમાં માત્ર હીરોઇનોનાં નામ કેમ લેવાય છે

બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને ડ્રગ કેસમાં માત્ર હીરોઇનોનાં નામ આવવા સામે નારાજી વ્યક્ત કરી હતી.

અત્યાર અગાઉ રિયા ચક્રવર્તી તો પૂછપરછ બાદ જેલમાં ગઇ હતી. અન્ય અભિનેત્રીઓમાં દિયા મિર્ઝા, રકુલ સિંઘ, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન વગેરેનાં નામ આવ્યાં હતાં અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ આ બધી અભિનેત્રીઓને સમન્સ મોકલીને પોતાની સમક્ષ હાજર થવાની તાકીદ કરી હતી.

ડ્રગની ગેરકાયદે હેરફેરમાં સંડોવાયેલા મનાતા પંદર સોળ જણની બ્યૂરોએ ધરપકડ પણ કરી હતી. શુક્રવારે રકુલ પ્રીત સિંઘની ચાર કલાક પૂછપરછ ચાલી હતી.

આ વિવાદમાં કોઇ કારણ વિના ઝુકાવતાં સુહાના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. સુહાનાએ કહ્યું હતું કે મહિલાઓ પ્રત્યે સમાજની નફરત અને બેવડાં ધોરણ આ બાબત ખુલ્લા કરે છે. શું માત્ર હીરોઇનો જ ડ્રગ લે છે. અન્ય લોકો નથી લેતા. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ માત્ર હીરોઇનોને પૂછપરચ માટે બોલાવી એ મહિલાઓ પ્રત્યે નફરતથી ભરેલું વર્તન છે.

સુહાનાએ વધુમાં લખ્યું કે તમારે સભાનતાથી વિચારવાની જરૂર નથી કે તમે મહિલાઓને નફરત કરો છો. પરંતુ એક વાત છે કે પુરુષ કશું કરે એના કરતાં કોઇ મહિલા પુરુષ જેવું કરે ત્યારે તમને વધુ આંચકો કેમ લાગે છે. પુરુષ પ્રધાન સમાજના આ બેવડાં ધોરણ છે. તેણે લખ્યું કે બેવડાં ધોરણ વધુ ભયજનક હોય છે.

આમ તો હીરોલોગનાં નામ પણ એનસીબીની ડાયરીમાં છે પરંતુ અત્યારે માત્ર હીરોઇનોની આકરી  પૂછપરછ ચાલી રહી હતી. એટલે સુહાના વધુ આહત થઇ હોય એવું એના પ્રતિભાવ પરથી લાગતું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.