– અભિનેત્રી આ ફિલ્મમાં એક એજન્ટના રોલમાં જોવા મળશે
દીપિકા પદુકોણે શાહરૂખ ખાન સાથે આવનારી ફિલ્મ પઠાનનું શૂટિંગ શરૂ કરી દીધું છે. દીપિકા આ ફિલ્મમાં એક એજન્ટનો રોલ ભજવતી જોવા મળશે.
સૂત્રોના અનુસાર દીપિકાને ફિલ્મમાં મહત્વનો રોલ આપવામાં આવ્યો છે. તે સિદ્ધાર્થ આનંદની ફિલ્મમાં એક એજન્ટની ભૂમિકા ભજવતી જોવા મળવાની છે. આ એજન્ટ રોમાન્સ કરવાની સાથેસાથે દુશ્મનોની સાથે મારામારી પણ કરતી જોવા મળશે.દીપિકાના આ ફિલ્મમાં ઘણા એકશન દ્રશ્યો હશે.
સૂત્રે વધુમાં જણાવ્યું હતું કે, દીપિકા ફિલ્મ પઠાનમાં એક એજન્ટનું પાત્ર ભજવતી જોવા મળશે. પોતાના કામના પ્રમાણે તે મારધાડના દ્રશ્યો પણ ભજવશે. આમ તો ફિલ્મનું શિર્ષક શાહરૂખના પાત્ર પર આધારિત છે.પરંતુ દીપિકાનું પાત્ર પણ શાહરૂની સમકક્ષ છે.
શાહરૂખ એક એવા મિશન પર હશે જેમાં દીપિકાનું પાત્ર તેનો સાથ દેતા જોવા મળશે અને મિશનને પુરુ કરવામાં સહાયતા કરશે.
કહેવાય છે કે, આવું જ પાત્ર યશરાજ ફિલ્મસની ટાઇગર ફ્રેનાચાઇઝિમાં કેટરિના કૈફે સલમાન ખાન સાથેભજવ્યું હતું.
દીપિકાનું શાહરૂખ સાથેની પઠાન ફિલ્મનું શૂટિંગનું પહેલુ શેડયુલ થોડા દિવસો સુધી ચાલશે. આ પછી તે ડિસેમ્બર મહિનાના મધ્યમાં ફરી શૂટિંગ કરશે અને ત્રીજુ શેડયુલ તેનું આવતા વરસે હશે. વિદેશમાં પણ આ ફિલ્મના શૂટિંગની યોજના છે અને એનો હિસ્સો પણ દીપિકા બનશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.