અમદાવાદમાં કોરોના મહામારીને કારણે, રાજ્ય સરકારે શાળાઓને,પુરેપુરી ફી નો લેવાનું જણાવ્યું છે

કોરોનાના કારણે 75 ટકા જ ટયુશન ફી લેવાનો નિર્ણય સરકારે કર્યો છે. ત્યારે શહેરના હેબતપુરમાં આવેલી યુરો સ્કૂલની બે વિદ્યાર્થિનીઓની ફી અંગે વાલીઓ અને શાળા અંગે વિવાદ ચાલી રહ્યો છે. જે બાદ શાળાએ વિદ્યાર્થિનીઓને ઓનલાઇન ક્લાસની લિંક મોકલવાનું બંધ કર્યુ છે. વિદ્યાર્થિનીઓને ફરી લિંક મોકલવાના આદેશનું પાલન ન થયા તો શાળાની માન્યતા રદ કરવાની છૂટ ગુજરાત હાઇકોર્ટે જિલ્લા શિક્ષણાધિકારીને આપી છે.

વસ્ત્રાપુરમાં રહેતા પરિવારની 13 અને 16 વર્ષી પુત્રીઓ હેબતપુરની યુરો સ્કૂલમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીઓના પિતાની રજૂઆત છે કે, સ્કૂલો માટે એફ.આર.સી.એ નક્કી કરેલી ફી કરતા વધુ ફી તેમણે ગયા વર્ષે ભરી દીધી હતી.

આ વર્ષે પણ કોરોનાના કારણે 75 ટકા જ ટયુશન ફી લેવાનો નિર્ણય સરકારે કર્યો હોવાથી અરજદારે શાળાને કહ્યું હતું કે, ગત વર્ષની ભરેલી વધુ ફીને ચાલુ વર્ષમાં સરભર કરી દેવામાં આવે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.