શાળાના સંચાલકો ટયૂશન ફી સિવાયની અન્ય કોઈ ફી નહિ લઈ શકે : શિક્ષણ મંત્રી

– શાળાઓમાં વિદ્યાર્થીઓને ન જવાનું હોવાથી શાળાના ખર્ચમાં થનારી બચતનો લાભ ફી ઘટાડવાની બાબતમાં સરકાર વિચારતી ન હોવાનો વાલીઓનો આક્ષેપ

 

કોરોના વાઈરસ અને લૉકડાઉનને કારણે આવક ગુમાવનારા વાલીઓને ફી ભરવામાં તકલીફ ન પડે તે માટે શાળાઓને આ વર્ષે ફીમાં વધારો ન કરવા અને ચાલુ વર્ષની ફી સપ્ટેમ્બર માસ સુધી ન ભરાય તો પણ ચલાવી લેવા જણાવવામાં આવ્યું છે. ફી ભરવા માટે કોઈપણ વાલીઓ પર શાળાઓ દબાણ કરી શકશે નહિ. વાલીઓને ત્રણ મહિનાની ફી એક સામટી ભરવાની ફરજ પણ પાડી શકશે નહિ. વાલીઓને માસિક હપ્તામાં ફી ભરવાની છૂટ આપવા જણાવ્યું છે.

બીજી તરફ પેરેન્ટ્સ એકતા મંચનો આક્ષેપ છે કે સરકારે કોરોના વાઈરસના ચેપને કારણે આવક ગુમાવનાર અને અસ્તિત્વ ટકાવવા માટે સંઘર્ષ કરી રહેલા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોને ફી માફી આપીને રાહત આપવાને બદલે શાળાના સંચાલકોને ફીની કમાણી ચાલુ રાખવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે. સરકારે વાલીઓને ફીમાં રાહત આપવાને બદલે શાળાના સંચાલકોને પડખે રહીને હાથ ઊંચા કર્યા છે.

કેટલીક ખાનગી શાળાઓ ચાલુ વર્ષની શૈક્ષણિક ફી લેવા માટે વાલીઓ પર દબાણ કરતી હોવાની રજૂઆતોને  પગલે  કોઇપણ શાળા સંચાલકો વિદ્યાર્થીઓ કે વાલીઓને ચાલુ વર્ષની શૈક્ષણિક ફી તાત્કાલિક વસૂલ કરવા દબાણ કરી શકશે નહીં. આ અંગે શાળાના સંચાલકો સાથે 13મી એપ્રિલના યોજાયેલી બેઠકમાં સમજૂતી થયેલી જ છે. ખાનગી શાળાએ ફી અંગે કોઇ દબાણ કર્યું હોવાની ફરિયાદ મળશે તેવા કિસ્સામાં શિક્ષણ વિભાગ જે તે શાળા સામે નિયમાનુસાર કાર્યવાહી કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.