શાળામાં સન્માન માટે 100 બાળકો ભેગા કરાયા, સંક્રમણ ફેલાય તો જવાબદાર કોણ? શું નિયમ માત્ર પ્રજા માટે જ છે

એક તરફ કોરોના સંક્રમણ રોકવા માટે બાળકો અને વડિલોને ઘર બહાર ન નિકલળા માટે મ્યુનિ. કમિશ્નર અપીલ કરી રહ્યાં છે. તો બીજી તરફ ગાંધી જયંતિના નામે ભાજપ શાસકોએ સુરતની શાળાઓમાં વિદ્યાર્થીઓને ભેગા કરી  કાર્યક્રમ કરતાં વિવાદ ઉભો થયો છે. નાના બાળકોને મોટી સંખ્યામાં ભેગા કરતાં તેઓ અને તેમના પરિવારમાં સંક્રમણ વધે તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.

અડાજણની શાળામાં 100થી વધુ બાળકીઓને ભેગા કર્યા બાદ વિવાદ ઉભો થતાં શિક્ષણ સમિતિના શાસકોએ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે  કાર્યક્રમ કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે, સુરતમાં 144ની કલમ લાગુ હોય કાર્યક્રમ માટે કોઈ પ્રકારની પરવાનગી લેવામાં આવી ન હોવાથી આ વિવાદ આગળ વધી રહ્યો છે.

સુરત મહાગનરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અડાજણની 152 નંબરની શાળામાં 100થી વધુ વિદ્યાર્થીનીઓને ભેગી કરીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સમિતિના શાસકોએ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આંગણવાડીની મહિલાઓના સશક્તિકરણના કાર્યકર્મની વાત કરી હતી. પરંતુ સુરતમા હાલ સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે અને જુલાઈ માસ જેવી ગંભીર સ્થિતિ આવી શકે તેવી શક્યતા મ્યુનિ. તંત્ર જ વ્યક્ત કરી રહ્યું છે.

સુરત મહાનગરપાલિકા કમિશ્નર બન્છાનિધિ પાની સંખ્યાબંધ વાર નાના બાળકો અને વડિલોને ઘરની બહાર ન  નિકળવા માટે અપીલ કરી રહ્યાં છે. તેમની અપીલને શહેરીજનો માની રહ્યાં છે પરંતુ ભાજપ શાસકો જ મ્યુનિ.ની સલાહનો અનાદર કરી રહ્યાં છે. નાના બાળકો કોરોનાનો સૌથી ઝડપી ભોગ બની શકે તેમ ખબર હોવા છતાં મ્યુનિ.ની સ્કુલમાં વિદ્યાર્થીઓને ભેગા કરીને તેમને પ્રમાણ પત્ર આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

સુરત પોલીસે 144ની કલમ લાદીને કોઈ પણ વ્યક્તિ કાર્યક્રમ કરી ન શકે તેવી જાહેરાત કરી છે આ જાહેરતના ગણતરીના દિવસોમાં જ શાસકોએ કલમનો ભંગ કરીને સરકારની કાર્યક્રમ નામે વિદ્યાર્થીઓને ભેગા કર્યા છેજે ઘણું જ ગંબીર છે. શિક્ષણ સમિતિ કહી રહી છે કે આંગણવાડીમાં કામ કરતી મહિલાઓના સશક્તિકરણ માટેનો કાર્યક્રમ છે અને તેની સાથે સ્વચ્છતાં જોડાયેલી છે.  સુરત મહાનગરપાલિકા લોકોને બર્થ ડે કે અન્ય કાર્યક્રમ ન ઉજવવા માટે અપીલ કરે છે પરંતુ પાલિકા સંચાલિત નગર પ્રાથમિક  શિક્ષણ સમિતિ જ મહાનગરપાલિકા અને પોલીસના નિયમોનો છડેચોક ભંગ કરી રહી છે તેની સામે હવે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે.

સરકાર પોતાની પ્રસિધ્ધિ માટે લોકોના જીવ જોખમમા મુકે છેઃ કોંગ્રેસ

સુરતમાં અડાજણની મ્યુનિ. સંચાલિત સ્કુલમાં ગાંધી જયંતિના નિમિત્તે વિદ્યાર્થીનીઓનો સન્માન સમારંભ રાખવામા ંઆવ્યો હતો તે મુદ્દે કોંગ્રેસના  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગીયા કહે છે, આ એક શાળા નહીં પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૦૦થી વધુ શાળામાં આવા પ્રકારના કાર્યકર્મ કરવામાં આવ્યા છે. એક તરફ સામાન્ય માણસ પોતાના ઘરના પ્રસંગ ઉજવી નથી શકતાં અને સરકાર પોતાની વાહવાહ અને પ્રસિધ્ધિ માટે લોકોના જીવ જોખમમાં મુકીને કાર્યક્રમ કરી રહી છે.

અગાઉ રાજકોટમાં ભાજપની રેલી થઈ ત્યાર બાદ કેસ વધ્યા હતા તેમ હાલ સુરતમાં કેસ વધારે છે અને શિક્ષણ સમિતિના આવા સંખ્યાબંધ કાર્યક્રમના કારણે સંક્રમણ વધી શકે તેવીશક્યતા નકારી શકાતી નથી.  શિક્ષણ સમિતિ રાજ્ય સરકારના  કાર્યક્રમ નામે લોકોને ભેગા કરીને કાર્યક્રમ કરી રહી છે તેના કારણે તેમની સામે કોઈ પગલાં ભરાતા નથી પરંતુ અમે આવા કાર્યક્રમ સામે રજુઆત કરીશું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.