શાળાઓને SOPના અમલ માટે કરાયો આદેશ : શિક્ષણમંત્રી

રાજ્યમાં કોરોના કેસ વધતા શિક્ષણ વિભાગ એલર્ટ મોડમાં આવી ગયુ છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન સામે આવ્યુ છે.

તમામ શાળાઓને SOPના અમલ માટે આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ અને આરોગ્ય વિભાગ એકબીજાના સતત સંપર્કમાં છે અને કોરોના સંક્રમણ શૂન્ય થાય એવા અમારા પ્રયાસ રહેશે.

કોર્પોરેશન દ્વારા NOC આપવાની કામગીરી શરૂ કરાઇ છે. શિક્ષણ વિભાગ પણ બાળકોની સલામતી અંગે ગંભીર છે. હાઇકોર્ટના આદેશનું સખતપણે પાલન કરીશું.

ગઈ કાલે 24 કલાકમાં 555 કોરોનાના કેસ નોંધાયા છે અને 24 કલાકમાં રાજ્યમાં 482 દર્દીઓ સાજા થયા જ્યારે રાજ્યમાં કુલ 41 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને રાજ્યમા કોરોનાના 3212 એક્ટીવ કેસ છે. 24 કલાકમાં કોરોનાથી 1 દર્દીનુ મોત થયુ છે અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 4416 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 266313 દર્દીઓ સાજા થયા છે.

  • અમદાવાદમાં 129 કેસ નોંધાયા
  • સુરત શહેરમાં 90, સુરત ગ્રામ્યમાં વધુ 10 કેસ
  • વડોદરા શહેરમાં 89, ગ્રામ્યમાં વધુ 14 કેસ નોંધાયા
  • રાજકોટ શહેરમાં 35 કેસ, રાજકોટ ગ્રામ્યમાં વધુ 9 કેસ
  • ભાવનગરમાં 15, ગાંધીનગરમાં વધુ 14 કેસ નોંધાયા
  • જામનગરમાં 8, જૂનાગઢમાં વધુ 9 કેસ નોંધાયા
  • કચ્છમાં 11, મહેસાણામાં વધુ 5 કેસ નોંધાયા
  • ગીર સોમનાથમાં 5, દાહોદમાં વધુ 10 કેસ નોંધાયો
  • ભરૂચમાં 11, નર્મદામાં 2, ખેડામાં વધુ 14 કેસ નોંધાયા
  • આણંદમાં 16, અમરેલીમાં વધુ 3 કેસ નોંધાયો
  • પંચમહાલમાં 18, દ્વારકામાં વધુ 1 કેસ નોંધાયા
  • મોરબીમાં 4, અરવલ્લીમાં વધુ 4 કેસ નોંધાયા
  • મહીસાગરમાં 9, નવસારીમાં વધુ 1 કેસ નોંધાયો
  • સાબરકાંઠામાં 12, છોટા ઉદેપુરમાં વધુ 2 કેસ નોંધાયો
  • તાપીમાં 1, પાટણમાં વધુ 3 કેસ નોંધાયા
  • 24 કલાકમાં સુરેન્દ્રનગર,પોરબદંરમાં એક પણ કેસ નહી
  • બનાસકાંઠા, બોટાદ, ડાંગમાં પણ એકપણ કેસ નહી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.