ઉત્તર પ્રદેશના અલીગઢમાં મડરાક વિસ્તારમાં કસ્તુરબા ગાંધી કન્યા વિદ્યાલય એક મહિલા ટીચર ઉપર આરોપ લગાવ્યો છે કે તેણે છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીઓના અનેક વખત અશ્લિલ વિડીયો બનાવ્યા છે.
આરોપ છે કે શિક્ષિકાએ છાત્રાઓને ધમકી આપી હતી કે જો કોઈને અથવા પરિજનોને અંગે ફરિયાદ કરી છે તો ધરનાં લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જો કે, બાળકીઓેએ આ અંગે પરિવારને જાણ કરી તો હડકંપ મચી ગયો હતો.
બધા પરિવારો એ ભેગા થઈને ફરિયાદ કરવા માટે છાત્રાલય પહોંચ્યા હતા. ત્યારબાદ તપાસ અધિકારી છાત્રાલય પહોંચ્યા હતા. જ્યાં આરોપી શિક્ષિકા પોતાના મોબાઈલ સાથે ફરાર થઈ ગઈ હતી. જોકે વિદ્યાર્થીઓની એ વિચારીને તબિયત ખરાબ થઈ ગઈ હતી કે ક્યાંક આરોપી શિક્ષિકાએ તેના વિડીયો અને ફોટા તો વાયરલ તો નહીં કરી દે. કારણ કે બધાને તેની કરતી જાણ થઇ ગઇ હતી.
https://www.youtube.com/watch?v=Qh1JE6ofB3E
વિદ્યાર્થીઓને પોતાના વીડીયો અને ફોટો વાયરલ કરવાનો ડર..
છાત્રાઓને હવે ઘરે સતાવી રહ્યો છે કે ફરાર આરોપી શિક્ષિકા તેના વિડીયો કંઈક કરી દે. છાત્રાઓએ કહ્યું કે વોર્ડન વિરુદ્ધ ખોટી કાઢી કરવામાં આવે છે. તેને તો ફરિયાદ કરવામાં મદદ કરી છે એટલે તેમની વાતચીત થવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.