અમરેલીની વડિયા ગ્રામ પંચાયતનો કોરોના સંક્રમણ વધતા નિર્ણય,શનિવાર પછી 8 દિવસ ગામમા સદંતર લોકડાઉન

કોરોના સંક્રમણમાં વધારો થતા અમરેલીના વડિયા ગ્રામ પંચાયતે ગામમાં સતત 8 દિવસનું લૉકડાઉન રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગ્રામજનોને સૂચના આપવામાં આવી છે કે, આગામી શનિવાર સુધીમાં જે કાઇ વસ્તુની ખરીદી કરવી હોય તે કરી લે.

ગ્રામપંચાયતે એવું પણ જણાવ્યું હતું કે, લૉકડાઉનનું પાલન નહીં કરનાર વ્યક્તિ સામે કડક પગલા લેવામાં આવશે અને 1 હજાર રૂપિયાનો દંડ વસૂલાશે.

ગીર સોમનાથ જીલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણના લીધે તાલાલા ગીર ખાતે પણ નગરપાલિકાનાં હોલમાં વેપારી એસોસીએશનની મહત્વની મિટિંગ યોજાઇ હતી. જેમાં આજથી પાંચ દિવસ સુધી સ્વયંભૂ તમામ લોકોએ બપોરે 1 વાગ્યા બાદ પોતાના કામધંધા બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આજથી જ સમગ્ર તાલાલા શહેરમાં શાકમાર્કેટના વેપારીઓ પાનની દુકાનો સહીત બજારો પણ બંધ પાડી સુમસામ જોવા મળી હતી.

સોનગઢની નપા તથા વેપારી મંડળ દ્વારા બેઠક બાદ 15થી 21 એપ્રિલ સુધી સ્વયંભૂ લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આખા સોનગઢમાં માત્ર શાકભાજી અને ફ્રૂટની દુકાનો તથા દૂધ તથા આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનોને સવારે 7થી 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જામનગરના જામજોધપુરમાં ચાર દિવસ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. નપા અને સમાજિક આગેવાનોએ વેપારીઓ સાથે મળીને મેડિકલ અને આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.