શંકર ચૌધરી માટે ભાજપમાં જ ખેલાયો મોટો ખેલ : ઘણા નહોતા ઇચ્છતા કે મળે ટિકિટ, દાવેદાર છતાં સાઈડલાઈન થયા

પેટાચૂંટણીમાં ભાજપની સેફ બેઠકો જીતી ધારાસભ્ય પદ માટે રમાતા રાજકારણનો ભોગ ગઈકાલે રાતે ભાજપના જ કદાવર નેતા શંકર ચૌધરી બન્યા છે. શંકર ચૌધરીને ટીકિટ ન આપવા માટે વિવાદ એટલો વધ્યો કે ભાજપની 6 બેઠકના ઉમેદવારના નામ જાહેર કરતા ગઈકાલે રાત પડી ગઈ હતી. ૬ બેઠક પૈકી અમરાઈવાડી અને થરાદ બેઠક પર ઉમેદવારને લઈને કોકડું ગુંચવાયેલું હતું . જેના કારણે ઉમેદવારના નામને લઈને નેતાઓ અસમંજસમાં હતા અને ભાજપને ઉમેદવારના નામની પસંદગી કરવામાં સમય લાગ્યો હોવાનું સુત્રો કહી રહ્યા છે કારણ કે આ બંને બેઠકમાં બે નેતા ઉમેદવારને લઈને ચર્ચા કરી જગદીશ પટેલ અથવા શંકર ચૌધરી બંને માંથી એકની ટીકીટ કાપવી અને અંતે શંકર ચૌધરીની ટીકીટ કપાઈ. જયારે જગદીશ પટેલ બાજી મારી ગયા અને તેમને અમરાઈવાડી બેઠક પરથી ટીકીટ ફાળવવામાં આવી

ભાજપને ગુજરાતની ૬ બેઠકની પેટા ચુંટણી જાહેર કરતા રાતના ૧૨ વાગી ગયા હતા. જેથી ઈચ્છુક ઉમેદવાર પણ અસમંજસમાં આવી ગયા હતા કે ક્યારે ટીકીટ જાહેર થશે ? મોડી રાત સુધી નામો જાહેર નહિ થતાં નેતાઓં ફોન કરી પોતાને ટીકીટ મળે છે કે નહિ તેને લઈને આતુર બની ગયા હતા. 6 બેઠક પૈકીની ૪ બેઠક રાધનપુર, બાયડ, ખેરાલુ અને લુણાવાડા બેઠક પર લગભગ ઉમેદવારોના નામો નક્કી થઇ ગયા હતા. સુત્રો કહી રહ્યા છે કે આ નેતાઓને ફોન કરી જાણ પણ કરી દેવામાં આવી હતી પરંતુ અમરાઈવાડી અને થરાદ બેઠક પર ઉમેદવારોને લઈને પેચ ફસાયેલો હતો.

શંકર ચૌધરીને અપાયું હતું આશ્વાસન

સુત્રોની જો વાત માનીએ તો આ બંને બેઠકને લઈને બે નેતાઓ વચ્ચે ગહન ચર્ચા થઇ હતી. થરાદ બેઠક પર શંકર ચૌધરીને ટીકીટ ના મળે તેના માટે થરાદ સ્થાનિક નેતાઓ દ્વારા પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ નેતાઓને આ અંગે વાત કરતા એ નેતા દ્વારા થરાદના નેતાઓને આસ્વસ્થ કરવામાં આવ્યા હતા. બીજી તરફ આ અંગેની જાણ શંકર ચૌધરી ગ્રુપને થતાં એ નેતાઓ દ્વારા હાઈ કમાંડને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી શંકર ચૌધરીને પણ આ અંગે ટીકીટ માટે આશ્વાશન આપવામાં આવ્યું હતું. જયારે અમરાઈવાડી બેઠક પર ઉત્તર ગુજરાતના ૫ કડવા પાટીદાર નેતાઓએ ટીકીટ માટે માંગ કરી હતી.જેથી એ બેઠક પર પણ ઉમેદવારને લઈને પાર્ટી અસમંજસમાં હતી.અંતે એ બેઠક પર શહેરના પૂર્વ પ્રમુખ અને જનસંઘ વખતથી સક્રિય જગદીશ પટેલને ટીકીટ આપવા પર ચર્ચા થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.