દેશમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચુંટણીઓમાં કોંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડયો છે અને ત્યારે હવે કોંગ્રેસમાં કેટલાક પરિવર્તન માટે ગુલામ નબી આઝાદના નિવાસસ્થાને ગતરાતે કોંગ્રેસના G-23 નેતાઓની મળેલી બેઠકમાં ગુજરાતમાંથી શંકરસિંહ વાઘેલાની હાજરી સૂચક મનાઈ રહી છે, તેઓ ફરીથી ગુજરાત કોંગ્રેસમાં જોડાઈ શકે છે.
જોકે,આ બેઠક પહેલાં કપિલ સિબ્બલના ઘરે થવાનું ગોઠવાયું હતું પણ તેઓએ ગાંધી પરિવારની વિરુદ્ધમાં નિવેદન આપ્યા બાદ ગાંધી પરિવાર નારાજ થઈ ગયો છે અને બેઠકની જગ્યા બદલી નાખવામાં આવી હતી.
ગુલામનબી આઝાદના નિવાસસ્થાને મળેલી આ બેઠકમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનિષ તિવારી, શશિ થરુર અને ઘણાં નેતા હાજર રહયા હતા જેમાં ત્રણ અન્ય નવા નેતાઓની હાજરી સૂચક જણાઈ હતી. અને જેમાં મણિશંકર અય્યર, પૂર્વ સીએમ અમરિંદર સિંહની પત્ની પરનીત કૌર અને ગુજરાતના નેતા શંકરસિંહ વાઘેલા પણ હાજર રહતા અનેક તર્ક વહેતા થયા છે
અત્રે નોંધનીય છે કે વાઘેલાએ 2017માં કોંગ્રેસ છોડી દીધી હતી અને 2019માં એનસીપીમાં સામેલ થયા હતા. પરંતુ ગયા વર્ષે તેમણે એનસીપી પણ છોડી દીધી છે.તેઓ હવે કોંગ્રેસમાં પરત આવવા માંગતા હોવાના અગાઉ પણ સંકેત આપી દીધા છે અને ત્યારે આ બેઠકમાં તેઓની હાજરી સૂચક મનાઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.