જોર્જિયાના એન્ટલાન્ટાના 3 સ્પા સેન્ટરમાં થયેલા ફાયરિંગમાં 4 મહિલા સહિત 8 લોકોના મોત થયા છે.કહેવાઈ રહ્યું છે કે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે
જ્યારે પોલીસની ટીમ ત્યાં પહોંચી તો 3 લોકોના મોત થયા હતા. એટલાન્ટાના પોલીસ પ્રમુખ રોડની બ્રાયંટે કહ્યું કે પોલીસની ટીમ જ્યારે ગોલ્ડ મસાજ સ્પામાં હતી ત્યારે વધું એક ફોન આવ્યો કે એરોમ થેરાપી સ્પામાં ગોળી ચાલવાના સમાચાર છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે.
જેમાં 8 લોકોના મોત થયા છે. આમાં 4 મહિલા સામેલ છે. જે એશિયાઈ મૂળની દેખાય છે. જોકે તે કહેવું ઉતાવળ ભર્યુ રહેશે કે તેમનો સ્પા સાથે શું સંબંધ હતો.
શંકાસ્પદ બંદૂકધારી 21 વર્ષીય રોબર્ટ આરોન લોન્ગની ધરપકડ કરવામાં આવી છે. તેની પુછપરછ કરવામાં આવી રહી છે. હજું સુધી ફાયરિંગનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.