મમતા બેનર્જીએ જ્યાં સરકાર બન્યા બાદ કોવિડને પ્રાથમિકતા બતાવી હતી તો બંગાળમાં થયેલી હિંસાને લઇને રાજ્યપાલ જગદીપ ધનખડે હિંસા વ્યક્ત કરી હતી. તે બાદ મમતાએ તરત જ રાજ્યપાલને જવાબ આપ્યો હતો.
રાજ્યપાલ અને મુખ્યમંત્રી શપથગ્રહણના તરત બાદ જ વાદવિવાદમાં ફસાઇ જાય. શપથગ્રહણ બાદ બંનેએ એકબીજાને શું કહ્યું જુઓ.
શપથ લીધા બાદ મમતા બેનર્જીએ મીડિયાને સંબોધીત કરી હતી અને મમતા બેનર્જીએ કહ્યું, અમારી પહેલી પ્રાથમિકતા કોરોના સંકટમાં કાબૂમાં લાવવાની છે.બીજો મોટો પ્રોબ્લેમ છે કે તે દરેક રાજનૈતિક દળોને અપીલ છે કે શાંતિ બનાવી રાખો.
રાજ્યપાલે મમતાને ત્રીજી વાર મુખ્યમંત્રી બનવા પર વધાઇ આપી હતી અને તેણે કહ્યું કે સરકાર સંવિધાન અને કાયદાના હિસાબે ચાલશે. ભારત એક શાનદાર લોકતંત્ર છે જ્યાં સરકાર કાનૂનના હિસાબે ચાલે છે. મેં મુખ્યમંત્રીને આ વિશે જાણ કરી છે અને ચૂંટણી બાદ જે હિંસા શરૂ થઇ છે તે લોકતંત્ર માટે ખતરો છે.
મમતાએ કહ્યું કે મે આજે જ શપથ લીધી છે અને ત્રણ મહિનાથી રાજ્યની સંપૂર્ણ વાતો ચૂંટણી આયોગના હાથમાં હતા. ચૂંટણી આયોગે આ દરમિયાન ઘણા ઓફિસર્સની બદલી કરાવી દીધી હતી. નિયુક્તિ પણ કરી પરંતુ લોકોએ કોઇ કામ કર્યુ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.