NCP-કોંગ્રેસ-શિવસેનાના નેતાઓની બેઠક મુંબઈના YB ચવ્હાણ સેન્ટરમાં ચાલી રહી છે. આ બેઠકમાં શરદ પવાર, અજિત પવાર, સુપ્રિયા સુલે, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, ધનંજય મુંડે, અશોક ચવ્હાણ, અહેમદ પટેલ, પ્રફુલ પટેલ હાજર છે. આ બેઠકમાં મંત્રી મંડળને લઇને ચર્ચા કરવામાં આવી રહી છે. આ સાથે જ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને સ્પીકરને લઇને પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
-
- NCP-કોંગ્રેસ-શિવસેનાની બેઠક
- મંત્રી મંડળને લઇ ચર્ચા
- ત્રણેય પક્ષના દિગ્ગજો હાજર
નોંધનીય છે કે, ત્રણેય પક્ષોના મળીને કુલ 15 મંત્રીઓ અને 2 ડેપ્યુટી મુખ્યમંત્રીના સંકેત મળી રહ્યા છે. આવતી કાલે ઉદ્ધવ ઠાકરેમુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સમારોહમાં મમતા, ચંદ્રબાબુ નાયડૂ અને અખિલેશ સામેલ થઇ શકે છે. આ સાથે જ ભાજપના અધ્યક્ષ અમિત શાહ, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ તથા એમ.કે. સ્ટાલિનને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.
અઘાડી બેઠકમાં મંત્રી મંડળની ચર્ચાની સાથો સાથે NCP નેતા અજીત પવારને પણ મોટા પદ આપવાની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે, અજીત પવારે ભાજપ સાથે મળીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. જો કે, આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો. જો કે, 80 કલાક જેટલા સમયગાળામાં અજીત પવારે રાજીનામું આપીને શરદ પવાર સાથે પરત ફર્યા હતા. તેથી તેમને નાયબ મુખ્યમંત્રી પદ માટે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.