મહારાષ્ટ્રના અને દેશના રાજકારણના દિગ્ગજ નેતાઓ પૈકી એક એવા શરદ પવારનો આજે જન્મ દિવસ છે.પીએમ મોદી સહિતના નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે શિવસેનાએ કહ્યુ છે કે, શરદ પવારને બહુ પહેલા દેશના વડાપ્રધાન બનાવવાનો મોકો મળવો જોઈતો હતો.
શિવસેના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ હતુ કે, તેમને પીએમ બનવાની તક બહુ પહેલા આપવાની જરુર હતી.તેમનામાં દેશ ચલાવવાની ક્ષમતા છે.
સાથે સાથે તેમણે કહ્યુ હતુ કે, ખેડૂતોના આંદોલનને પણ બદનામ કરવામાં આવી રહ્યુ છે.ક્યારેક ખેડૂતોને ખાલિસ્તાની તો ક્યારેક પાકિસ્તાની ગણાવાઈ રહ્યા છે.ખેડૂતોને આખા દેશનુ સમર્થન છે.મોદી સરકાર દેશમાં રાજકીય વિરોધીઓને ચૂપ કરાવવા માટે ઈડી જેવી એજન્સીનો ઉપયોગ કરી રહી છે.
આ પહેલા શુક્રવારે રાઉતે કહ્યુ હતુ કે, જો શરદ પવાર યુપીએના ચેરપર્સ બનશે તો અમારી પાર્ટી ખુશ થશે.કોંગ્રેસ હવે નબળી પડી છે ત્યારે વિપક્ષોએ સાથે આવીને યુપીએને મજબૂત કરવાની જરુર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.