- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવેદને શિવસેનાની અંદર ચિંતા વધારી દીધી છે. પવારે સોમવારના રોજ મુલાકાત બાદ કહ્યું હતું કે તેમણે સોનિયા ગાંધીની સાથે ના તો શિવસેના અને ના તો સરકાર બનાવા અંગે વાત કરી. પવારના આ નિવેદનથી શિવસેનાના નેતાની સાથો સાથ કાર્યકર્તા પણ ભ્રમની સ્થિતિમાં પહોંચી ગયા છે. બદલાતી પરિસ્થિતિમાં શિવસેનાના નેતા પડદાની પાછળથી કહેવા લાગ્યા છે કે પાર્ટી માટે એ સારું હશે કે તેઓ એનસીપી સાથે વાતચીત છોડી ભાજપની સાથે ફરીથી સરકાર બનાવે.
- શિવસેનામાં અંદરખાને ઉઠવા લાગ્યો આ અવાજશિવસેનાના એક ધારાસભ્ય એ કહ્યું કે તેમને શરદ પવારનું નિવેદન સાંભળી આઘાત લાગ્યો છે. શિવસેનાના ધારાસભ્ય એ કહ્યું કે અમારી પાર્ટીએ રાહ જોવી જોઇએ અને એનસીપી સુપ્રીમોની સાથે જતા પહેલાં 10 વખત વિચાર કરવો જોઇએ. બીજીબાજુ શિવસેનાના એક પદાધિકારીએ પ્રશ્ન કર્યો કે આ કેવા પ્રકારનું રાજકારણ છે? શિવસેના જેવી પાર્ટી જે 80 ટકા સામાજિક સેવા અને 20 ટકા રાજનીતિ કરે છે તેના માટે એ શ્રેષ્ઠ હશે કે તેઓ એનસીપી-કોંગ્રેસથી દૂર રહે અને ભાજપની સાથે હાથ મિલાવી લે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.