શરદ પવારે એનડીએમાં જોડાઈ જવું જોઈએ, શીરપાવ અપાશે : આઠવલે

મહારાષ્ટ્રમાં રાજકીય ઘટનાક્રમમાં નાટયાત્મક ફેરફાર માટે શિવસેના પર દોષનો ટોપલો ઢોળતાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ શનિવારે એનસીપી પ્રમુખ શરદ પવારને એનડીએ કેમ્પમાં જોડાવા વિનંતી કરી હતી અને સંકેત આપ્યા હતા કે તેઓ એનડીએમાં જોડાય તો કેન્દ્રમાં તેમને ખૂબ જ સારા પોર્ટફોલિયોનો શીરપાવ અપાશે.

તેમણે કહ્યું હતું કે પવારે તેમના બળવાખોર ભત્રીજા અજિત પવારને ટેકો આપવા અંગે વિચારવુ ંજોઈએ. શિવસેના સાથે સરકાર બનાવવાના શરદ પવારના નિર્ણયથી વિપરિત અજીત પવારે શનિવારે સવારે ભાજપને ટેકો આપીને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લઈ લીધા હતા.

મહારાષ્ટ્રમાં 30મી નવેમ્બરે ફ્લોર ટેસ્ટ પહેલાં એનસીપીના ભાગલાં કરવામાં અજિત પવારના જૂથને મુશ્કેલી નડશે કે કેમ તેમ પૂછાતાં આઠવલેએ કહ્યું હતું કે શરદ પવારે પણ એનડીએમાં જોડાઈ જવું જોઈએ. તેમને કેન્દ્રમાં કોઈ સારો પોર્ટફોલિયો મળી શકે છે.

મહારાષ્ટ્ર સ્થિત દલિત તરફી આરપીઆઈના વડા આઠવલે નરેન્દ્ર મોદી સરકારમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણના રાજ્યકક્ષાના મંત્રી તરીકે એક કાર્યક્રમમાં હાજરી આપવા પટના પહોંચ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.