શરદ પવારના સમર્થનમાં આવ્યા સંજય રાઉત, પવારને ગણાવ્યા રાજનીતિના ભીષ્મ પિતામહ

શિવસેનાના સાંસદ સંજય રાઉત શરદ પવારના સમર્થનમાં આવ્યા છે. રાઉતે કહ્યું કે આખું મહારાષ્ટ્ર જાણે છે કે જે બેંક કૌભાંડને લઈને EDએ FIRમાં શરદ પવારનું નામ નોંધ્યું છે તે બેંકમાં તે કોઈ પદ પર રહ્યા નથી.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર પર કરવામાં આવી રહેલી ઈડીની પૂછતાછનો વિરોધ સામે આવી રહ્યો છે. મુંબઈના બલાર્ડ એસ્ટેટની પાસેની ઈડી ઓફિસની આસપાસ કલમ 144 લાગૂ કરવામાં આવી છે. તો અન્ય તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉત એનસીપી નેતા શરદ પવારના સમર્થનમાં જોવા મળ્યા હતા.

NCPના અધ્યક્ષ શરદ પવાર પર ઈડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે ત્યારે શરદ પવારના સમર્થનમાં હવે શિવસેનાના સાંસદ સંજય રાઉત ઉતર્યા છે. શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે શરદ પવારનું સમર્થન કરતા કહ્યું કે, શરદ પવાર ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ છે. સમગ્ર મહારાષ્ટ્ર જાણે છે કે જે બેંક કૌભાંડમાં EDએ તેમનું નામ સામેલ કર્યુ છે. તે બેંકમાં શરદ પવાર કોઈ પણ પદ પર હતા નહીં. ફરિયાદીએ પણ કહ્યું છે કે, તેઓએ શરદ પવારનું ક્યાંય નામ આપ્યું નથી.

અન્ના હજારેએ પણ આપી ક્લીનચીટ

અન્ના હજારે પણ પવારને ક્લીનચીટ આપી ચૂક્યા છે. શરદ પવારે મહારાષ્ટ્ર અને કૃષિ ક્ષેત્રમાં પણ ખૂબ જ કામ કર્યું છે. શરદ પવારથી અમારી પાર્ટી અને વિચારધારા અલગ છે. પરંતુ હું એટલું કહીશ કે EDએ તેમની સાથે ખોટું કર્યું છે. બીજી તરફ, મુંબઈમાં પણ શરદ પવારના સમર્થકો ઈડીની પૂછપરછને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે મુંબઈના બલાર્ડ એસ્ટેટ સ્થિત ઈડી કાર્યાલયની બહાર પણ કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.