NCP પ્રમુખ શરદ પવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં કહ્યું છે કે દેશને ભાજપના વિકલ્પની જરૂર છે જે દેશમાં ટકી શકે. ભાજપ વિરોધી ગઠબંધન બનવાની સંભવાનાઓને લઇ પત્રકારોના પ્રશ્ન પર શરદ પવારે બુધવારના રોજ કહ્યું કે જે રીતે સંકેત છે કે દેશના કેટલાંક હિસ્સામાં ભાજપ-વિરોધી ભાવનાઓ ઉમટી રહી છે. તેમણે રાહુલ ગાંધીનો પરોક્ષ ઉલ્લેખ કરતાં કહ્યું કે લોકોને આવા બદલાવ માટે વિકલ્પની જરૂર છે અને આવા વિકલ્પને દેશમાં ટકવું પડશે.
આપને જણાવી દઇએ કે રાહુલ ગાંધીએ મંગળવારના રોજ કહ્યું હતું કે તેમણે દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમ્યાન ત્યાંના પ્રધાનમંત્રી લી નાક-યોન સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધીએ દક્ષિણ કોરિયામાં પ્રવાસ એવા સમયે કર્યો જ્યારે ભારતમાં સંશોધિત નાગરિકતા કાયદાને લઇ પ્રદર્શન ચાલી રહ્યું છે.
‘સાથે આવી રહ્યા છે નોન-બીજેપી દળ’
નાગરિકતા સંશોધન કાયદાની વિરૂદ્ધ વિપક્ષના નેતાઓની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાતને લઇ શરદ પવારે કહ્યું કે એવું લાગે છે કે નોન-ભાજપ પક્ષ કેટલાંક સમાન મુદ્દાઓ પર સાથે આવી રહ્યા છે. એનસીપી પ્રમુખે કહ્યું કે સરકારનો મુકાબલો કરવાની દ્રષ્ટિથી એક વધુ સંગઠિત માળખું બનાવા માટે આ પક્ષને થોડો વધુ સમય જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.