શેર બજારની તબિયત ફરી બગડી! સેન્સેક્સમાં 836 અંકનો ઘટાડો, આ શેરોએ રોકાણકારોને દીધો દગો…

સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 836 પોઈન્ટના ઘટાડા સાથે 79,541.79 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 284 પોઇન્ટના ઘટાડા સાથે 24,199.35 પર બંધ થયો હતો.

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી એક-એક ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા છે. સેન્સેક્સના ટોપ 30માંથી 29 શેરો ઘટાડા સાથે બંધ થયા છે. સ્થાનિક શેરબજાર માટે ગુરુવારનો દિવસ સારો રહ્યો ન હતો.

સેન્સેક્સ અને નિફ્ટીમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. BSE સેન્સેક્સ 1.04 ટકા અથવા 836.34 પોઈન્ટના ઘટાડા સાથે 79,541.79 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 1.16 ટકા અથવા 284.70 પોઇન્ટના ઘટાડા સાથે 24,199.35 પર બંધ થયો હતો. તમને જણાવી દઈએ કે, નિફ્ટી50નું ઈન્ટ્રા-ડે લો લેવલ 24,179.05 પોઈન્ટ છે અને સેન્સેક્સનું ઈન્ટ્રા-ડે લો લેવલ 79,419.34 પોઈન્ટ છે.

આજે સેન્સેક્સની ટોચની 30 કંપનીઓમાંથી 29 કંપનીઓના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. માત્ર SBIના શેર જ સેન્સેક્સમાં વધારા સાથે બંધ થયા છે. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સમાં ટેક મહિન્દ્રાના શેરમાં તેજી જોવા મળી હતી. ટાટા મોટર્સ અને ટેક મહિન્દ્રાના શેર 2 ટકાથી વધુ ઘટીને બંધ થયા છે.

બજારના નકારાત્મક વલણ છતાં NSEમાં 137 કંપનીઓના શેર અપર સર્કિટમાં અથડાયા છે. જ્યારે 45 કંપનીઓના શેર નીચલી સર્કિટ પર બંધ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.