શેરબજારમાં છેલ્લા થોડા સમયથી ઘણો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં આજે બુધવારે શેરબજારની નબળી શરૂઆત થઈ હતી. બજાર ખૂલ્યા બાદ સેન્સેક્સ 150 પોઈન્ટના ઘટાડા સાથે તો નિફ્ટી 80 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે શેરમાર્કેટમાં સેન્સેક્સ 180 પોઈન્ટ ઘટીને 78,495 પર ખૂલ્યો હતો. નિફ્ટી 61 પોઈન્ટ ઘટીને 23,822 પર અને બેન્ક નિફ્ટી 127 પોઈન્ટ ઘટીને 51,030 પર ખુલ્યો હતો. એ બાદ શેરબજારમાં થોડો વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
નિફ્ટી પર ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક, એચડીએફસી બેંક, વિપ્રો, ટાઇટને સૌથી વધુ વધારો નોંધાવ્યો હતો. તેની સામે BEL, Hero MotoCorp, M&M, મારુતિ, ટાટા સ્ટીલમાં ઘટાડો નોંધાયો હતો.
મંગળવારે સેન્સેક્સ 820.97 પોઈન્ટ્સ અથવા 1.03 ટકાના ઘટાડા સાથે 78,675.18 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 257.85 પોઈન્ટ્સ અથવા 1.07 ટકાના ઘટાડા સાથે 23,883.45 પર બંધ થયો હતો.
આજે વર્ષનો બીજો સૌથી મોટો IPO સ્વિગી લિસ્ટ થશે. ઈશ્યુની કિંમત 390 રૂપિયા છે. સાથે જ ACME સોલર પણ આજે લિસ્ટ થશે. તેની ઈશ્યૂ કિંમત 289 રૂપિયા છે. તેમજ ઝિન્કા લોજિસ્ટિક્સનો આઈપીઓ આજથી ખુલશે. પ્રાઇસ બેન્ડ રૂ. 259 થી 273 છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.