શેરબજાર ફરી ગગડ્યું! ઓલ ટાઈમ હાઈ બાદ ફરી કડાકો, જાણો સેન્સેક્સ-નિફ્ટીના હાલચાલ…

Stock Market Update: ભારતીય શેરબજારમાં એક દિવસ અગાઉ નવા ઐતિહાસિક ઉચ્ચ સ્તરનો રેકોર્ડ બનાવ્યા બાદ આજે એટલે કે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં પ્રોફિટ બુકિંગનું દબાણ જોવા મળી રહ્યું છે. આ સાથે જ શરૂઆતી કારોબારમાં પણ બજારમાં ઘટાડો (Stock Market Update) જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ નજીવા ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત કરી છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.32 ટકા અથવા 262 પોઇન્ટના ઘટાડા સાથે 82,653 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના 30 શેરમાંથી 21 શેર લાલ નિશાન પર અને 9 શેર લીલા નિશાન પર જોવા મળ્યા હતા. જયારે નિફ્ટી શરૂઆતના કારોબારમાં 0.25 ટકા અથવા 64 પોઇન્ટના ઘટાડા સાથે 25,324 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરોમાંથી 16 શેર લીલા નિશાન પર અને 34 શેર લાલ નિશાન પર હતા.

અનુમાન અનુસાર સ્થાનિક બજારમાં કારોબારની શરૂઆત પહેલા દિવસની ગતિ જાળવી શકાય તેવા સંકેતો હતા. ત્યારે પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ લગભગ 130 પોઈન્ટના વધારા સાથે 83,100 પોઈન્ટની નજીક ટ્રેડ કરી રહ્યો હતો સવારે બજાર ખુલે તે પહેલા ગિફ્ટ સિટીમાં નિફ્ટી ફ્યુચર્સ લગભગ 56 પોઈન્ટના પ્રીમિયમ સાથે 25,390 પોઈન્ટ પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, બજાર ખુલતાની સાથે જ તે લાલ નિશાનમાં આવી ગયું હતું.

નિફ્ટીની વાત કરીએ તો શરૂઆતના ટ્રેડિંગમાં સૌથી મોટો ઘટાડો એશિયન પેઇન્ટમાં 1.72 ટકા, ડિવિસ લેબમાં 1.30 ટકા, આઇટીસીમાં 0.78 ટકા, બજાજ ફાઇનાન્સમાં 0.76 ટકા અને હિન્દુસ્તાન યુનિલિવરમાં 0.76 ટકાનો ઘટાડો જોવા મળ્યો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, આઈટીસી, ઈન્ફોસિસ જેવા શેર પણ શરૂઆતના વેપારમાં નેગેટિવ ઝોનમાં પડ્યા છે.

વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતોની અસર ગુરુવારે શેરબજાર પર જોવા મળી હતી અને તેણે મજબૂત શરૂઆત કરી છે. ગઈકાલના મોટા ઘટાડા બાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ 400 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ પણ 100 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે કારોબાર શરૂ કર્યો હતો. ટાટા સ્ટીલ, એસબીઆઈ, અદાણી પોર્ટ વગેરે સહિતના ઘણા શેરો બીએસઈ પર ધૂમ મચાવી રહ્યા હતા. ત્યારબાદ નિફ્ટી 25000ને પાર કરી ગયો.

સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે ગુરુવારે શેરબજારના બંને સૂચકાંકો ઉછાળા સાથે ખુલ્યા હતા. BSE સેન્સેક્સ અગાઉના બંધની સરખામણીમાં 407 પોઈન્ટના મજબૂત ઉછાળા સાથે 81,930.18 પર ખુલ્યો હતો. બુધવારે તે ખરાબ રીતે ઘટીને 81,523ના સ્તરે બંધ થયો હતો. બીજી તરફ, NSE નિફ્ટી તેના અગાઉના બંધ 24,918ના સ્તરથી કૂદકો મારીને 25000ના સ્તરથી આગળ ખૂલ્યો હતો. તે 119 પોઈન્ટ વધીને 25,059 પર ખુલ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.