કોરોનાનો પ્રકોપ શેરબજારના રોકાણકારો પર સોમવારે બહુ ભારે પડયો છે.શેરબજારમાં ભારે કડાકાના કારણે આજે બજાર ખુલ્યાના એક જ કલાકમાં રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા છે.
સોમવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો.જેના પગલે સોમવારે સવારે સેન્સેક્સ ખુલતાની સાથે જ 2992 પોઈન્ટ તુટીને 26924 પર પહોંચ્યો હતો.એ પછી બોમ્બે અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ રોકી દેવામાં આવ્યુ હતુ.
શરૂઆતના એક કલાકમાં બીએસઈમાં લિસ્ટેક કંપનીઓની માર્કેટ કેપ 10.29 લાખ કરોડથી ઘટીને 1.05 લાખ કરોડ રુપિયા થઈ ગયુ હતુ.બીએસઈ સેન્સેક્સના લગભગ તમામ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
ભારતના જ નહીં દુનિયાના તમામ શેરબજારોમાં કોરોનાના કારણે નેગેટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.નિવેશકોમાં ભારે બેચેની જોવા મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.