સોમવારે શેર બજારમાં આવેલી તેજીને કારણે રોકાણકારો માલામાલ થઈ ગયા છે. તેમની સંપત્તિમાં 1.81 લાખ કરોડ રૂપિયા વધારો થયો છે. સોમવારે સેંસેક્સ 530 અંકોનાં વધારા સાથે અત્યાર સુધીનાં સૌથી ઉચ્ચતમ સ્તરે 40,889.23 બંધ થયો હતો. શેરબજારમાં આવેલી તેજીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપિટલાઈઝેન 11,81,930.89 કરોડ રૂપિયા વધીને 1,54,55,740.67 કરોડ રૂપિયા થઈ ગયું છે.
માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલાં વેપાર યુદ્ધ ઠંડુ પડવાને કારણે ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણ આવવાનું શરૂ થઈ ગયું છે. સોમવારે ભારતીય શેરબજારોમાં આવેલી તેજીનું કારણ એશિયાઈ માર્કેટમાં આવેલી તેજી પણ છે.
શેર બજારનાં કારોબારીઓ અનુસાર, વિદેશી શેર બજારોની જેમ ઘરેલું શેર બજારમાં આ રિપોર્ટથી તેજી આવી છે કે અમેરિકા અને ચીનની વચ્ચે આ વર્ષનાં અંત સુધીમાં પ્રાથમિક વેપારિક ડીલ થઈ શકે છે.
લાંબા સમયથી ચાલી રહેલાં અમેરિકા અને ચીન વચ્ચેનાં વેપાર યુદ્ધની અસર ભારતીય શેર બજાર ઉપર પણ થઈ હતી. ગત અઠવાડિયે બંને દેશોનાં અધિકારીઓએ સકારાત્મક નિવેદન આપ્યું હતું કે વેપાર ડીલ ડિસેમ્બર 2019ના અંત સુધીમાં થઈ શકે છે. ભારતીય શેર બજારે તેનું સ્વાગત કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.