લગ્ન જીવન સફળ બનાવવાની ટેક્નિકનો વીડિયો શેર કરી અને આનંદ મહિન્દ્રા બોલ્યા-5Gથી પણ પાવરફૂલ

મહિન્દ્રા ગૃપના ચેરમેન આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેઓ મોટા ભાગે મજાની ટ્વીટ કરે છે. તેઓ વચ્ચે વચ્ચે ઘણી પ્રેરણાદાયી કહાની પણ બધા સામે લાવતા રહે છે. હવે તેમણે એક એવી ટ્વીટ કરી છે જેને લઈને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ રીએક્ટ કરી રહ્યા છે. આ વખત આનંદ મહિન્દ્રાએ લગ્ન સફળ બનાવવા માટે જરૂરી ટિપ્સ શેર કરી છે અને એ સાથે જ તેમણે કહ્યું કે લગ્નને સફળ બનાવનારી આ ટેક્નિક 5Gથી પણ સ્ટ્રોંગ છે.

આનંદ મહિન્દ્રાએ પોતાની હાલની ટ્વીટમાં એક મીમ શેર કરી છે. અને આ મીમમાં એક મહિલા કિચનમાં ચોપિંગ બોર્ડ પર કોઈ શાકભાજી કાપવા જઈ રહી છે. બીજી તરફ સિંક પાસે એક પુરુષ મોબાઈલ ઓપરેટ કરતો નજરે પડી રહ્યો છે. પુરુષને મોબાઈલ યુઝ કરતો જોઈને મહિલા ખૂબ ઝડપથી શાકભાજી કાપવા લાગે છે.અને એ જોતા જ પુરુષ વાસણ ધોવાના કામમાં લાગી જાય છે અને પછી મહિલા આરામથી શાકભાજી કાપવા લાગે છે. આ મીમ સાથે ટેક્સ મેસેજ પણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.