અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર પાછલા એક વર્ષમાં 62.51 ટકા વધી ગયા છે અને અદાણી એન્ટરપ્રાઇઝના શેર ચાર્ટ પેટર્ન અનુસાર, કંપનીના શેરોમાં તેજી જારી રહેવાના સંકેતો દેખાઇ રહ્યા છે. 27 એપ્રિલ, 2022ના રોજ સ્ટોક 2420 રૂપિયા સાથે 52 વીકના હાઇ પર પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ બજારમાં આવેલી વેચવાલીના કારણે શેરના ભાવમાં પણ મોટી વેચવાલી જોવા મળી હતી તેમજ જોકે, હાલમાં આવેલી તેજીએ સ્ટોકને 50 દિવસની મૂવિંગ એવરેજ પર પહોંચાડી દીધો હતો અને જે એક સકારાત્મક સંકેત છે.
એક્સપર્ટની સલાહ છે કે, શોર્ટ ટર્મમાં આ શેર 2800 રૂપિયાના સંભાવિત ટાર્ગેટ પર પહોંચી શકે છે. આ સ્ટોકને હજુ પણ ખરીદી શકાય છે. અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ 2265 રૂપિયા પર છે. હાલ ખરીદી કરવા પર 23.62 ટકાનો ફાયદો થઇ શકે છે અને એક્સપર્ટ અનુસાર, આવતા 6 મહિનામાં આ શેર નવો 52 વીકનો હાઇ ટચ કરી શકે છે.
કોલ ઇન્ડિયા લિમિટેડ પહેલા કોલસા આયાતનું ટેન્ડર ગૌતમ અદાણીની ફ્લેગશીપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝને મળવું લગભગ નક્કી જ છે. જોકે, કોલ ઇન્ડિયા માટે કોલસા આયાત કરવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે સૌથી ઓછાં દરે બોલી લગાવી છે અને આ ટેન્ડર કોલ ઇન્ડિયાએ પાવર જનરેશન કંપનીઓ તરફથી જાહેર કર્યું હતું.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડની સબ્સિડિયરી કચ્છ કોપર લિમિટેડ રિફાયનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહી છે. તેના માટે અદાણી ગ્રુપને SBI સહિત 6071 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે અને કોપર મેન્યફેક્ચરિંગના સેક્ટરમાં પગ પસારનારા અદાણી ગ્રુપે ગુજરાતના મુંદ્રામાં દસ લાખ ટન વાર્ષિક પ્રોડક્શન વાળા યૂનિટની સ્થાપના કરી છે.
આ પહેલા અદાણી ગ્રુપ સિમેન્ટ સેક્ટરમાં પણ પોતાના પગ પસારી ચૂક્યું છે અને તે મેડિકલ સ્પેસમાં પણ પગ પસારવા જઇ રહ્યું છે. વિશ્વના શીર્ષ અબજોપતિઓની રેસમાં અને એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં ગૌતમ અદાણીનો દબદબો વધતો જ જાય છે. ટોપ 10 અમીરોના લિસ્ટમાં ગૌતમ અદાણી 5માં સ્થાન પર પહોંચી ગયા છે અને ગૌતમ અદાણીની કંપનીના શેરોમાં ઉછાળો આવતા તેમની નેટવર્થ પર પણ સકારાત્મક અસર પડી છે. ગૌતમ અદાણી ફરીથી 100 અબજ ડૉલરના ક્લબમાં સામેલ થઇ ગયા છે. અદાણીની નેટ વર્થ હાલમાં 102.2 અબજ ડૉલર પર પહોંચી ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.