દેશદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુના સ્કોલર શર્જીલ ઇમામની પૂછપરછમાં પોલીસને અનેક ચોંકાવનારી માહિતી મળી રહી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે શર્જીલ ઇમામ પીએફઆઇના 9 લોકોના સંપર્કમાં હતો. જેની સાથે શર્જીલની સતત વાતચીત થતી રહેતી હતી.
આ તમામ લોકો વ્હોટ્સએપ ગ્રુપ મુસ્લિમ સ્ટૂડન્ટ ઓફ જેએનયુ તેમજ મુસ્લિમ સ્ટૂડન્ટ ઓફ જામિયા સાથે જોડાયેલા હતા. બીજી તરફ શર્જીલના મોબાઇલની તપાસ બાદ પોલીસે જામિયા અને અલીગઢ યુનિવર્સિટીના 15 વિદ્યાર્થીઓની ઓળખ કરી છે કે જેઓ શર્જીલના સંપર્કમાં હતા. પોલીસે આ તમામને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ શર્જીલના લેપટોપ અને ડેસ્કટોપની તપાસમાં સામે આવ્યું છે કે શર્જીલે જામિયા હિંસા પહેલા ઉર્દુ અને અંગ્રેજીમાં કેટલાક ભડકાઉ પોસ્ટર બનાવ્યા હતા. આ પોસ્ટર તેમણે વિવિધ વ્હોટ્સએપ ગ્રુપ પર પોસ્ટ કર્યા હતા. પોલીસે શર્જીલના મોબાઇલમાંથી ડિલીટ થયેલો ડેટા પણ મેળવ્યો છે. મોબાઇલમાંથી મળેલા અનેક વીડિયોમાં શર્જીલ ભડકાઉ ભાષણ આપતો જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.