જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટી (જેએનયૂ)ના વિદ્યાર્થી શરજિલ ઇમામના પૂર્વોત્તરને ભારતથી અલગ કરવાના નિવેદનને લઇ વિવાદ થંભવાનું નામ નથી લઇ રહ્યો. હૈદરાબાદના સાંસદ અને એઆઇએમઆઇએમ ચીફ અસદુદ્દીન ઔવૈસીએ પણ શરજિલ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, ભારત કોઇ મુર્ગીની દરદન નથી કે, જેને તોડી શકાય.
ઓવૈસીએ કહ્યું,’ભારત અથવા તેના ક્ષેત્રને કોઇ તોડી શકે નહી. આ એક દેશ છે, કોઇ મુર્ગીની ગરદન નથી કે જેને તોડી શકાય. હું આવા નિવેદનોનો સ્વીકાર નથી કરતો. હું આ પ્રકારની વાતની નિંદા કરૂ છું. આ પ્રકારની વાહિયાત વાતોને કોઇ પણ કાળે ચલાવી લેવામાં નહી આવે.’
તમને જણાવી દઇએ કે, શનિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયોમાં શરજિલ ઇમામે ખુબ જ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ વીડિયોને લઇ ઉત્તર પ્રદેશના અલીગઢ અને આસામના ગુવાહાટીમાં તેના વિરૂદ્ધ વિભિન્ન કલમો હેઠળ ફરિયાદો નોંધવામાં આવી છે. જેમા દેશદ્રોહની કલમ પણ સામેલ છે. આ દરમિયાન યૂપી પોલસની બે ટીમોને શરજીલની ધરપકડ માટે લગાવવામાં આવી છે.
વાયરલ વીડિયોમાં શરજિલ ભીડને સંબોધિત કરતો નજર આવી રહ્યો છે. વીડિયોમાં શરજિલ ઇમામે ઉશ્કેરણી કરતાં જણાવ્યું હતું કે, આસામ ભારતથી અલગ થશે ત્યારે જ તેઓ આપણી વાત સાંભળશે. આસામમાં મુસ્લિમોની શું સ્થિતિ છે તેની તમને ક્યાં જાણ છે? ત્યાં એનઆરસી લાગુ કરી દેવાયું છે. મુસ્લિમોને ડિટેન્શન કેમ્પમાં કેદ કરવામાં આવી રહ્યાં છે. ૬-૮ મહિનામાં જાણવા મળશે કે તમામ બંગાળીઓને ડિટેન્શન કેમ્પોમાં મારી નાખવામાં આવ્યા છે. જો આપણે આસામની મદદ કરવી હશે તો આપણે આસામને ભારતથી વિખૂટુ પાડી દેવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.