કોંગ્રેસ પાર્ટીમાંથી બગાવત કરનારા સચિન પાયલટને રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ પદેથી દૂર કરી દેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથેની રાજકીય લડાઈમાં કોંગ્રેસે સચિન પાયલટ પાસેથી એ બધું જ છીનવી લીધું જે તેમણે છેલ્લા 6-7 વર્ષોમાં આકરી મહેનતથી હાંસલ કર્યું હતું. જો કે, કોંગ્રેસે હજુ સુધી સચિન પાયલટને પાર્ટીમાંથી નથી નીકાળ્યા અને સચિન પાયલટે પણ હજુ સુધી પાર્ટી છોડવાની વાત નથી કરી. કોંગ્રેસે સચિન પાયલટ વિરૂદ્ધ જે કાર્યવાહી કરી તેને લઈ પાર્ટીના અનેક નેતાઓએ પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.
આના અનુસંધાને જ કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે સચિન પાયલટ માટે દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘હું સચિન પાયલટે કોંગ્રેસ પાર્ટી છોડી તેને લઈ દુખી છું. હું તેમને મારો એક ખૂબ સારો અને પ્રતિભાશાળી નેતા માનું છું. પાર્ટીથી પોતાનો રસ્તો બદલવા કરતા તેમણે પાર્ટીને વધુ સારી અને મજબૂત બનાવવાની દિશામાં કામ કર્યું હોત તો સારૂં રહેત. તેનાથી તેમના અને અમારા, બધાના સપના પૂરા થઈ શકેત.’
કોંગ્રેસી નેતા જિતિન પ્રસાદે સચિન પાયલટના સમર્થનમાં લખ્યું હતું કે, ‘તેમણે આટલા વર્ષ સુધી સમર્પણ ભાવથી કામ કર્યું છે. આશા રાખું છું કે સ્થિતિ સંભાળી શકાય. વાત આટલી હદે પહોંચી ગઈ તે દુખની વાત છે.’ પૂર્વ સાંસદ પ્રિયા દત્તે લખ્યું હતું કે, ‘દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે પાર્ટીએ સંભાવનાઓથી ભરેલા બે દિગ્ગજ યુવા નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા અને પાયલટને ગુમાવ્યા. મારા મતે મહત્વકાંક્ષી હોવું કોઈ ખોટી વાત નથી.’
મુંબઈના પૂર્વ સાંસદે પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘વધુ એક મિત્રએ પાર્ટી છોડી દીધી. સચિન અને જ્યોતિરાદિત્ય બંને સહકર્મી હતા અને સારા મિત્રો છે. દુર્ભાગ્યવશ અમારી પાર્ટીએ સંભાવનાથી ભરેલા બે દિગ્ગજ યુવા નેતાઓને ગુમાવી દીધા. હું નથી માનતી કે મહત્વકાંક્ષી હોવું ખોટી વાત છે. તેમણે મુશ્કેલ સમય વખતે ખૂબ જ મહેનતથી કામ કર્યું હતું.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.