કોંગ્રેસ મા તાત્કાલિક સંગઠનાત્મક ફેરફારોની માંગણી કરતા વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને 23 વરિષ્ઠ નેતાઓમાંનાં એક પાર્ટીમાં સાંસદ શશી થરૂર, કેરળના કેટલાક નેતાઓના નિશાન પર આવી ગયા છે અને લોકસભાનાં એક વરિષ્ઠ સભ્યએ તેમને પાર્ટીમાં મહેમાન કલાકાર તરીકે ઓળખાવ્યા છે. કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને લોકસભામાં પાર્ટીના મુખ્ય વ્હીપ, કોડિકુનિલ સુરેશે થરૂરને નિશાન બનાવતાં શુક્રવારે કહ્યું કે પાર્ટીમાં દરેકએ તેની નીતિઓ અને કાર્યક્રમોનું પાલન કરવું જોઈએ.
માવેલિકારાનાં લોકસભાના સભ્ય સુરેશે કહ્યું કે, શશી થરૂર ચોક્કસપણે નેતા નથી. તેઓ કોંગ્રેસમાં મહેમાન કલાકાર તરીકે આવ્યા હતા. તેઓ હજી પણ પાર્ટીમાં મહેમાન કલાકાર તરીકે ટકી રહ્યા છે. ”સુરેશે કહ્યું કે થરૂર ‘વૈશ્વિક નાગરિક’ હોઈ શકે છે, પરંતુ તેમણે એવું વિચારવું ન જોઈએ કે તે કોઈ નિર્ણય લઈ શકે છે અથવા તેમની ઇચ્છા મુજબ કંઈ પણ બોલી શકે છે.
સુરેશે અહીં એક સવાલના જવાબમાં પત્રકારોને જણાવ્યું કે, “આખરે તેમણે પાર્ટીનાં હિસાબે ચાલવું પડશે.” એક દિવસ પહેલા થરૂરે કહ્યું કે કોંગ્રેસના હિતમાં આપણે બધાએ એકસાથે મળીને કામ કરવું તે આપણી ફરજ છે. ગુરુવારે ટ્વીટ કર્યુ કે, “કોંગ્રેસમાં છેલ્લા ચાર દિવસમાં બનેલી ઘટનાઓ અંગે હું ચૂપ રહ્યો કારણ કે એક વખત કોંગ્રેસ અધ્યક્ષએ કહ્યું છે કે હવે તે કોઈ મુદ્દો નથી, તો આપણી સૌની ફરજ છે કે આપણે સાથે મળીને પાર્ટીનાં હિતમાં કામ કરીએ.”
તેમણે કહ્યું, “હું મારા બધા સાથીઓને આ સિદ્ધાંતને માન્ય રાખવાની અને ચર્ચાને સમાપ્ત કરવા વિનંતી કરું છું.” કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ અને લોકસભાના સાંસદ કે. મુરલીધરને પણ ગુરુવારે આ મુદ્દે થરૂર પર નિશાન સાધ્યું હતું. કેરળમાં અદાણી એન્ટરપ્રાઇઝને તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય હવાઇમથકને 50 વર્ષના લીઝ આપવાના કેન્દ્રના પગલાનો ખુલ્લેઆમ ટેકો આપવા બદલ પણ થરૂર કોંગ્રેસનાં નેતાઓની ટીકાઓનો શિકાર બની રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.