કોંગ્રેસના નેતા અને યુપીએ સરકારના પૂર્વ મંત્રી શશી થરુરે પાકિસ્તાનના મંચ પર ભારત વિરોધી ઝેર ઓકતા રાજકીય વિવાદ સર્જાયો છે.
લાહોર થિન્ક ફેસ્ટમાં થરુરે કહ્યુ હતુ કે, ભારતમાં મુસ્લિમો અને ઉત્તર પૂર્વના લોકો સાથે ભેદભાવ થાય છે.ભારતમાં લોકો એક બીજાથી ડરવા માંડ્યા છે.ચાઈનીઝ જેવા દેખાતા લોકો સાથે ભેદભાવ થાય છે.
થરુરે તબલીગી જમાતનો પક્ષ લઈને કહ્યુ હતુ કે, કોરોનાના સંક્રમણ દરમિયાન મુસ્લિમોને પરેશાન કરવામાં આવ્યા હતા.
જોકે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ હવે તેનો જવાબ આપ્યો છે.તેમણે કહ્યુ છે કે, ભારત જેવી લોકશાહી પરંપરા ધરાવતો બીજો કોઈ દેશ નથી.અહીંયા તમામની ચિંતા કરવામાં આવે છે.પાકિસ્તાની મીડિયા સમક્ષ થરુરે ભારતને બદનામ કર્યુ છે.હિન્દુસ્તાનનો એક સાંસદ આવુ નિવેદન આપી શકે છે તેનુ પણ આશ્ચર્ય છે.
પાત્રાએ કહ્યુ હતુ કે, તેમણે ક્યારેય પાકિસ્તાને એવુ પૂછવાની હિંમત કરી છે કે, પાકિસ્તાન કેવી રીતે લઘુમતીઓ પર અત્ચાચાર કરે છે, રોજ પાકિસ્તાનમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓ તેમજ શીખો સાથે થતા અત્ચાચારના નવા કિસ્સા બહાર આવે છે.પાકિસ્તનમાં લઘુમતી યુવતીઓના અપહરણ અને રેપ આમ વાત છે.આખરે કોંગ્રેસના લોકો શું ઈચ્છે છે, શું પાકિસ્તાન જઈને કોંગ્રેસ ચૂંટણઈ લડવા માંગે છે
તેમણે કહ્યુ હતુ કે, રાહુલ ગાંધી પહેલેથી જ ચીન અને પાકિસ્તાનમાં હીરો છે.કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ તેમણે નિવેદન આપ્યુ તુ કે, કાશ્મીરમાં સેંકડો લોકો મર્યા છે અને ઈમરાખાને તેનો ઉલ્લેખ કર્યો હોત.મણીશંકર ઐયર પણ પાકિસ્તાનના મીડિયાને કહી ચુક્યા છે કે, મોદી સરકારને ઉથલાવવી પડશે.આ સાંભળીને ત્યાંનુ મીડિયા પણ આશ્ચર્યમાં પડી ગયુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.