10 એપ્રિલથી દિલ્હી તથા અન્ય સ્ટેશનોથી સંચાલિત થનારી ટ્રેનો ચાલશે,શતાબ્દી સમાન ટ્રેનો પણ ચલાવવાની તૈયારી કરી

ગત વર્ષે લોકડાઉન બાદ રોકાયેલી ટ્રેનોને રેલવે ટ્રેકો પરથી ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 10 એપ્રિલથી દિલ્હી તથા અન્ય સ્ટેશનોથી સંચાલિત થનારી ટ્રેનો ચાલવા લાગશે.

ધીરે ધીરે કરીને રેલવેએ તમામ ટ્રેનો ચલાવવાની તૈયારી  કરી લીધી છે. સોમવારે ઉત્તર રેલવેની 70થી વધારે લોકલ ટ્રેનો ચાલી પડી તો ત્યારે હવે શતાબ્દી સમાન ટ્રેનો પણ ચલાવવાની તૈયારી કરી છે.

કોવિડ પ્રોટોકોલની વચ્ચે 10 એપ્રિલથી 90 ટકા ટ્રેનો ચલાવવા લાગશે. આ ટ્રેનોના ચાલવાથી પ્રવાસીઓને ઘણી સગળવ મળશે. ત્યારે ભીડથી પણ પ્રવાસી બચી શકશે.

રેલવેના સત્તાવાર સૂત્રો મુજબ 10 એપ્રિલથી અમૃતસર શતાબ્દી, ચંદીગઢ શતાબ્દી, જયપુર શતાબ્દી સહિત અન્ય રુટની શતાબ્દી તથા રાજધાની ટ્રેનો ચાલશે. કોવિડના કારણે તમામ ટ્રેન સ્પેશિયલ બનીને ચાલશે. જોકે ભાડુ વધારે રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.