‘ખોપડી’ (Pappu Harishchandra alias Khopdi) નામના બદમાશે પડકાર ફેંક્યો હતો કે તેને ભગવાન પણ ન પકડી શકે તો પોલીસ શું હસ્તી છે. પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે ‘ખોપડી’એ પોલીસને એક બાતમીદારના માધ્યમથી આવો સંદેશ મોકલ્યો હતો. જોકે, હાલ પોલીસને પકડાર ફેંકનાર ‘ખોપડી’ જેલના સળિયા પાછળ બંધ છે.
એક હિસ્ટ્રીશીટર તરફથી મુંબઈ પોલીસને આવો પડકાર ફેંકવામાં આવ્યો હતો. બદમાશી આવો પકડાર ફેંક્યાના થોડા સમય પછી પોલીસે તેને પકડી લીધો હતો અને જેલમાં નાંખી દીધો હતો.
પોલીસે ધરપકડ કરી છે તે શખ્સનું નામ પપ્પૂ હરિશ્ચંદ્ર ઉર્ફે ‘ખોપડી’ છે. પપ્પૂની ઉંમર 26 વર્ષ છે. પપ્પૂ પોતાના વિસ્તારમાં ‘ખોપડી’ના નામથી ઓળખાતો હતો.
‘ખોપડી’ 2013ના વર્ષથી વૉન્ટેડ હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ‘ખોપડી’ ઘરફોડ માટે રૉયલ પામ વિસ્તારમાં આવવાનો છે. પોલીસે ટ્રેપ ગોઠવીને ‘ખોપડી’ને પકડી લીધો હતો. પોલીસે ‘ખોપડી’ સામે ગેરકાયદે હથિયાર રાખવાની કલમ લગાવી હતી.
પવઈ પોલીસની તપાસ બાદ તેને મુંબઈના અન્ય પોલીસ સ્ટેશન ખાતે પણ લઈ જવામાં આવશે. ઇન્ડિયાટુડેમાં છપાયેલા અહેવાલ પ્રમાણે ‘ખોપડી’ પવઈ ઉપરાંત સાકી નાકા, એમઆઈડીસી સહિત પોલીસ સ્ટેશનમાં વૉન્ટેડ હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.